બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ, રાજ્યની 38400 શાળામાં 28.58 લાખ જેટલા બાળકોને મળશે પ્રવેશ
Last Updated: 09:41 AM, 23 June 2026
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જનજાગૃતિ અને શાળા પ્રવેશને પ્રોત્સાહન આપતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 24મી કડીનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. 23 જૂનથી 25 જૂન સુધી ચાલનારા આ ત્રિદિવસીય કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં બાળકોના શાળા પ્રવેશને ઉત્સવમય બનાવવામાં આવશે. વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ શિક્ષણ સેવા યજ્ઞે આજે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પરંપરાનું સ્વરૂપ ધારણ કર્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વર્ષની શાળા પ્રવેશોત્સવની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરની B.N. હાઈસ્કૂલથી કરશે. આ એ જ શાળા છે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. વડનગર ખાતે મુખ્યમંત્રી આંગણવાડીના બે બાળકો સહિત બાલવાટિકાથી ધોરણ-11 સુધીના કુલ 389 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશે. બીજી તરફ હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે.
ADVERTISEMENT
રાજ્ય સરકારના આયોજન મુજબ આ વર્ષે સમગ્ર ગુજરાતની 38,400 શાળાઓમાં કુલ 28 લાખ 58 હજારથી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં બાલવાટિકા, ધોરણ-1, ધોરણ-9 અને ધોરણ-11માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જે બાળકોની ઉંમર 1 જૂનના રોજ પાંચ વર્ષથી વધુ અને છ વર્ષથી ઓછી હશે તેમને બાલવાટિકામાં પ્રવેશ અપાશે. જ્યારે છ વર્ષથી વધુ અને સાત વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-8 પાસ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ-9માં અને ધોરણ-10 પાસ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ-11માં પ્રવેશ અપાશે. રાજ્ય સરકારનો પ્રયાસ છે કે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ મળી રહે.
ADVERTISEMENT
આ શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, પદાધિકારીઓ, IAS, IPS, IFS અધિકારીઓ અને સચિવાલયના અધિકારીઓ સહિત કુલ 465 જેટલા મહાનુભાવો સહભાગી બનશે. કાર્યક્રમ દરમિયાન દરેક મહાનુભાવો દરરોજ ત્રણ જેટલી શાળાઓની મુલાકાત લેશે. તેઓ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશ અપાવશે અને શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા પણ કરશે.
કાલે સવારે વહેલા આવી જજો, હોં..
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 22, 2026
આવતીકાલ સવારથી ગુજરાતની હજારો આંગણવાડીઓ અને સરકારી શાળાઓ બાળકોના કિલ્લોલથી ખીલી ઉઠશે. કારણકે, શરૂ થઈ રહ્યો છે - પ્રગતિનો મહોત્સવ - શાળા પ્રવેશોત્સવ.
જ્ઞાનના સથવારે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે તૈયાર થઈ જજો, હોં..#ShalaPraveshotsav2026 pic.twitter.com/Ihk8jtUiJp
ADVERTISEMENT
પ્રવેશોત્સવ દરમિયાન શાળાઓની શૈક્ષણિક સિદ્ધિઓ, ભૌતિક સુવિધાઓ, વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સંસાધનો અને અન્ય વિકાસલક્ષી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) સાથે બેઠક યોજીને શાળાઓની જરૂરિયાતો અને પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકારનો ઉદ્દેશ માત્ર બાળકોને પ્રવેશ અપાવવાનો જ નહીં પરંતુ શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો લાવવાનો પણ છે.
ADVERTISEMENT
સમગ્ર રાજ્યમાં શાળા વ્યવસ્થાપન સમિતિઓ, વાલીઓ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોની સક્રિય ભાગીદારી સાથે આ શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. બાળકો માટે શાળામાં પ્રવેશનો પ્રથમ દિવસ યાદગાર અને પ્રેરણાદાયી બને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને આશા છે કે આ અભિયાન શિક્ષણ પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ લાવશે અને દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.