બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોમાં થશે વરસાદ

photo-story

6 ફોટો ગેલેરી

મેઘસવારી / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોમાં થશે વરસાદ

Last Updated: 11:00 AM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Weather : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્, રાજ્યના 29 તાલુકામાં મેઘમહેર, જાણો તમારા વિસ્તારોમાં ક્યારે થશે મેઘરાજાની એન્ટ્રી ?

1/6

photoStories-logo

1. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી ગતિવિધિઓમાં વધારો નોંધાયો છે. કુલ 29 તાલુકાઓમાં વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોને ગરમીમાંથી રાહત મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર વધુ અસરકારક રીતે જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વલસાડ જિલ્લાના ઉમરગામમાં સૌથી વધુ વરસાદ

સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં નોંધાયો, જ્યાં અંદાજે 4.33 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગ અને આહવા વિસ્તારમાં લગભગ 3.07 ઈંચ વરસાદ નોંધાતા નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે. ઉપરાંત ગોંડલમાં 2.13 ઈંચ અને કપરાડામાં 1.46 ઈંચ વરસાદ નોંધાયો છે. વાપીમાં 1.42 ઈંચ અને ઉકાઈ વિસ્તારમાં 1.10 ઈંચ વરસાદથી વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કોટડા સાંગાણી વિસ્તારમાં અંદાજે 20 MM વરસાદ

આ તરફ હવે જો આપણે અન્ય વિસ્તારોની વાત કરીએ તો કોટડા સાંગાણી વિસ્તારમાં અંદાજે 20 MM સાગબારામાં 19 MM વરસાદ નોંધાતા સ્થાનિક વાતાવરણમાં ફેરફાર અનુભવાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આજે અહીં પડશે વરસાદ

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા, ડાંગ અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. કેટલીક જગ્યાએ પવનની ગતિમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વલસાડથી લઈ દાહોદ સુધી વરસાદ પડી શકે

આ ઉપરાંત વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભેજનું પ્રમાણ વધતા વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ ?

અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં પણ વરસાદી વાતાવરણ સક્રિય રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Alert Gujarat Weather South Gujarat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ