ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સિંગરવામાં ‘નવચક્ર યોજના’નો પ્રારંભ, વિદ્યાર્થીઓને સાઇકલ અને મહિલાઓને મળશે રોજગાર

ગુજરાત / સિંગરવામાં ‘નવચક્ર યોજના’નો પ્રારંભ, વિદ્યાર્થીઓને સાઇકલ અને મહિલાઓને મળશે રોજગાર

Published By: Kalpesh Kandoria

Last Updated: 11:22 AM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં મહત્વાકાંક્ષી 'નવચક્ર યોજના'નો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

આ વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન સિંગરવા ગ્રામ પંચાયત અને સરપંચ અંકિતસિંહ ચૌહાણ તથા તેમની માતા સીતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. "સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા" અને "એક સાઇકલ, લાખો સપના" ના મુખ્ય સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રવક્તા અને સરપંચ અંકિતસિંહ ચૌહાણ યોજનાના મુખ્ય ધ્યેય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આ યોજનાનો મુખ્ય હેતુ "ગામની લેડીઝને રોજગાર આપવાનો અને સરકારી શાળાના છોકરાઓને સાઇકલ" વિતરણ કરીને પ્રોત્સાહિત કરવાનો છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સાઇકલના માધ્યમથી લાખો બાળકોના સપનાઓને નવી પાંખો આપવાનો અને દીકરીઓમાં આત્મવિશ્વાસ જગાવવાનો છે, જેથી "હર બચ્ચે તક શિક્ષા" અને "હર બેટી તક સમ્માન" નો સંકલ્પ સાકાર થઈ શકે. 'નવચક્ર યોજના' એ માત્ર એક સાઇકલ વિતરણનો કાર્યક્રમ નથી, પરંતુ સમાજના છેવાડાના માનવી સુધી પ્રગતિ અને સન્માન પહોંચાડવાનું એક મહા-અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય "હર યુવા કો અવસર" અને "હર ઘર તક પ્રગતિ" લાવવાનો છે. આ યોજનાના સુચારુ સંચાલન અને વ્યાપક પ્રભાવ માટે મુખ્ય સ્તંભો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ અંતર્ગત ગુણવત્તાપૂર્ણ શિક્ષણને દરેક બાળકનો મૂળભૂત અધિકાર ગણીને સાઇકલ દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા સુધી પહોંચવું સરળ બનાવવામાં આવશે. તેમજ મહિલા સશક્તિકરણ દ્વારા ગામની બહેનો-મહિલાઓને રોજગારી પૂરી પાડી આત્મનિર્ભર મહિલાઓ અને સશક્ત સમાજનું નિર્માણ કરવામાં આવશે.

આ પણ વાંચો- જર્જરિત હાલતમાં સુભાષ બ્રિજ, પિલરમાં તિરાડો પડતાં AMC બ્રિજ પાડવાનો નિર્ણય લઈ શકે

આ ઉપરાંત, આ યોજના અંતર્ગત સાઇકલ નિર્માણ અને સ્થાનિક સ્તરે કૌશલ્ય વિકાસ તેમજ પ્રશિક્ષણ દ્વારા યુવા રોજગાર માટે નવી તકો ઊભી કરવામાં આવશે, જે "દેશમાં નિર્માણ, દેશ માટે સમર્પણ" ની ભાવના સાથે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને વેગ આપી વૈશ્વિક સ્તરે ભારતનો વિશ્વાસ મજબૂત કરશે. "આજની સાઇકલ એ આવતીકાલનું સફળ જીવન બનશે" તેવા અતૂટ વિશ્વાસ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rural employment Navchakra Yojana Singarwa Gram Panchayat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ