બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / અંબાલાલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા

photo-story

5 ફોટો ગેલેરી

જાણી લેજો / અંબાલાલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા

Last Updated: 12:39 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ambalal Patel Rain Forecast: બંગાળ ઉપસાગરમાં લોપ્રેશરથી ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની સંભાવના

1/5

photoStories-logo

1. અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ આગામી દિવસોમાં વધુ તેજ બનવાની સંભાવનાઓ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર બંગાળ ઉપસાગરમાં આગામી 28 અથવા 29 જૂન દરમિયાન લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે, જેના કારણે પૂર્વ ભારત તરફથી ભેજનું પ્રમાણ વધીને ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ મજબૂત બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ગુજરાતમાં જોવા મળશે હવામાન પ્રણાલીની અસર

આ હવામાન પ્રણાલીની અસર ખાસ કરીને પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત તરફ જોવા મળી શકે છે. ભેજયુક્ત પવનો અને વાતાવરણમાં થતા ફેરફારોના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ એટલું વધી શકે છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ ઉભી થઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સૌરાષ્ટ્રમાં શું છે સ્થિતિ ?

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે પણ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. ખાસ કરીને અમરેલી અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત મહીસાગર અને વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અમદાવાદ-ગાંધીનગરને લઈ શું કરી આગાહી ?

મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં અને સ્થાનિક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી વરસાદની ગતિ ધીમી રહી હોવા છતાં હવે 24 જૂન બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શરૂઆત વધુ દેખાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સાબરકાંઠા અને પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી

સાબરકાંઠા અને પંચમહાલ વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો વરસાદની સિસ્ટમ સતત સક્રિય રહે તો 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવનાને પણ નકારી શકાય નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Alert Ambalal Patel Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ