બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ખોરાક અને રેસીપી / કતાર બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો સુરતનો સની, આવતીકાલે મૃતદેહ અમદાવાદ આવશે

દુખદ / કતાર બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો સુરતનો સની, આવતીકાલે મૃતદેહ અમદાવાદ આવશે

Priykant Shrimali

Last Updated: 02:02 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Qatar Plant Blast : કતારના મોટા ગેસ ઉત્પાદન અને નિકાસ કેન્દ્રમાં બ્લાસ્ટ બાદ હવે સની પટેલના મોતની ભાઈએ કરી પુષ્ટિ, ભારત એમ્બેસીની મદદથી સનીનો મૃતદેહ તેના ભાઈ રવિને સોંપવામાં આવશે

Qatar Plant Blast : કતારમાં બનેલી ભયાનક દુર્ઘટના બાદ હવે સુરતના એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી ગયો છે. વિદેશમાં મહેનત કરીને પરિવારના સપનાઓ પૂરા કરવા ગયેલા સુરતના યુવકનું જીવન અચાનક સર્જાયેલી ઘટનામાં સમાપ્ત થતા પરિવાર અને વિસ્તારભરમાં શોકનો માહોલ સર્જાયો છે. વિગતો મુજબ સુરતનો સની પટેલ કતાર ગયા બાદ રવિવારે થયેલ બ્લાસ્ટને લઈ પરિજનો ચિંતિત બન્યા હતા. જોકે હવે આ બ્લાસ્ટમાં સની પટેલનું મોત થયું હોવાનું સામે આવતા પરિવારમાં રોકકળ મચી ગઈ છે.

શું છે સમગ્ર ઘટના ?

પ્રાથમિક વિગતો મુજબ કતારના મોટા ગેસ ઉત્પાદન અને નિકાસ કેન્દ્રમાં થયેલી દુર્ઘટના બાદ સુરતના ભીમપરના મૂળ રહેવાસી સની પટેલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પરિવાર સતત તેમની ખબર મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે હવે તેમના ભાઈ દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવતા પરિવારની આશા દુઃખદ હકીકતમાં બદલાઈ ગઈ છે. હવે ભારત એમ્બેસીની મદદથી સનીનો મૃતદેહ તેના ભાઈ રવિને સોંપવામાં આવશે, જેને આવતીકાલે(25 જૂન) કતારથી અમદાવાદ અને ત્યારબાદ અમદાવાદથી સુરત લાવવામાં આવશે.

સની પરિવાર માટે માત્ર કમાણી કરનાર સભ્ય નહોતો, પરંતુ પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલી અનેક આશાઓનો આધાર પણ હતો. પરિવાર પર અગાઉથી જ અનેક મુશ્કેલીઓ આવી ચૂકી હતી. પિતાના અને મોટા ભાઈના નિધન બાદ ઘરની જવાબદારી ભાઈઓના ખભા પર આવી હતી અને જીવન સુધારવાના આશયથી તેઓ વિદેશ રોજગારી માટે ગયા હતા.

આ પણ વાંચો : અંબાલાલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા

પરિવારજનોના જણાવ્યા મુજબ સનીનો એક નિયમ હતો કે, તેઓ ફરજ પર જતાં પહેલાં અને પરત ફર્યા બાદ પત્ની સાથે વાતચીત કરતા. દુર્ઘટનાના દિવસે પણ તેમણે પત્નીને ફોન કરીને ફરજ પર જવાની માહિતી આપી હતી. પરંતુ ત્યારબાદ કોઈ સંપર્ક ન થતાં પરિવાર સતત ચિંતામાં હતો. ઘરમાં હાલ શોક અને વ્યથા છવાઈ ગઈ છે. પરિવારના સભ્યો માટે આ માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ આખા પરિવારના આધારસ્તંભને ગુમાવવાનો આઘાત છે. પરિવાર હવે સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ વતનમાં પહોંચે તેની રાહ જોઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Qatar Plant Blast Sunny Patel Surat News
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ