બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'બ્રિજના પીલ્લરમાં તિરાડો', સુભાષબ્રિજને તોડી પાડવા મામલે મ્યુ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું

Subhash Bridge / 'બ્રિજના પીલ્લરમાં તિરાડો', સુભાષબ્રિજને તોડી પાડવા મામલે મ્યુ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું

Vishal Khamar

Last Updated: 03:42 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સુભાષબ્રિજ મામલે એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હયાત બ્રિજને તોડી પાડવા મામલે મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

અમદાવાદ શહેરના મહત્વના સુભાષબ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલના હયાત બ્રિજને તોડી પાડવાના નિર્ણય અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

તેમણે જણાવ્યું કે બ્રિજના પિલરોમાં તિરાડો જોવા મળી હોવાથી તેની તકનિકી તપાસ કરાવવામાં આવી હતી. આ મામલે IIT રૂડકી દ્વારા અભ્યાસ કરી પોતાનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત IIT ગાંધીનગર અને બ્રિજ ક્ષેત્રના નિષ્ણાતોએ સ્થળ પર જઈ તપાસ કરીને વિગતવાર રિપોર્ટ સોંપ્યો હતો.

પિલરો આશરે 53 વર્ષ જૂના

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુભાષબ્રિજના પિલરો આશરે 53 વર્ષ જૂના થઈ ગયા છે. કન્સલ્ટન્સી એજન્સી દ્વારા આપવામાં આવેલા અભિપ્રાય મુજબ માત્ર બ્રિજના સ્પાન નહીં પરંતુ પિલરોને પણ તોડી નવા બનાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.

નવી ડિઝાઇન અને આધુનિક ટેક્નોલોજી સાથે બ્રિજ બનશે

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે જો બ્રિજના સ્પાન અને પિલર બંને નવા બનાવવામાં આવે તો નવા બ્રિજનું આયુષ્ય અંદાજે 100 વર્ષ સુધી રહી શકે છે. સાથે જ નવી ડિઝાઇન અને આધુનિક ટેક્નોલોજી સાથે બનનારો બ્રિજ વધુ મજબૂત, સુરક્ષિત અને લાંબા ગાળે ટકાઉ સાબિત થશે.

નવા બ્રિજના નિર્માણ માટેની પ્રક્રિયા હાથ ધરાશે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે નવા બ્રિજના નિર્માણ માટેની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે, જેથી ભવિષ્યમાં નાગરિકોને વધુ સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા મળી શકે.

હજારો વાહન ચાલકો અટવાયા

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો સુભાષબ્રિજ છેલ્લા છ મહિનાથી બંધ છે. દરરોજ હજારો વાહનચાલકો અને મુસાફરોને લાંબા ડાયવર્ઝન, ટ્રાફિક જામ અને વધતા સમયના બોજનો સામનો કરવો પડી રહ્યો છે. સુભાષ બ્રિજ બંધ કરાયો તેને છ-છ મહિના થઈ ગયા હોવા છતાં નવો બ્રિજ બનાવવો કે તેનું સમારકામ કરવું તે નિર્ણય ન લઈ શકતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ગંભીર સવાલો ઊભા થયા છે.

ડિસેમ્બર 2025માં બ્રિજમાં તિરાડો દેખાતા તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. તે સમયે AMC દ્વારા બ્રિજના સ્પાન બદલવા અને જરૂરી રિપેરિંગ કરીને તેને ફરી શરૂ કરવાની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ છ મહિનાના લાંબા ઈંતેજાર પછી પણ AMC કાચબાની ગતિએ કામ કરી રહી છે.

સૌથી મોટો સવાલ એ છે કે જો બ્રિજની સ્થિતિ એટલી જ ગંભીર હતી, તો પ્રાથમિક તપાસ દરમિયાન જ આ હકીકત સામે કેમ આવી નહીં? IIT રૂડકી, IIT મુંબઈ અને SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની મદદ લેવામાં આવી હોવા છતાં અંતિમ નિર્ણય સુધી પહોંચવામાં છ મહિના કેમ લાગી ગયા?

બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુ થઈ ચૂક્યું છે અને જૂની ટેક્નોલોજીથી બનેલો આ બ્રિજ વર્તમાન ટ્રાફિકના ભારણને સહન કરવા માટે યોગ્ય નથી. વધુમાં, નવો બ્રિજ બનાવવો જ લાંબા ગાળાનો શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું પણ સૂચવાયું હતું. જો આ અભિપ્રાય શરૂઆતથી જ ઉપલબ્ધ હતો, તો AMCએ નિર્ણય લેવામાં આટલો વિલંબ શા માટે કર્યો?

આ વિલંબનો સીધો ભોગ અમદાવાદની જનતા બની છે. એરપોર્ટ તરફ જતા મુસાફરો હોય કે રોજિંદા ઓફિસ જતાં નાગરિકો, સૌએ છેલ્લા છ મહિનાથી વધારાના ટ્રાફિક અને સમયની સમસ્યાઓનો સામનો કર્યો છે. પ્રશ્ન એ છે કે શું AMCએ લોકોની મુશ્કેલીઓને પૂરતી ગંભીરતાથી લીધી?

આ પણ વાંચોઃ બે મહિનામાં CNGના ભાવમાં 6 રૂપિયાનો જંગી વધારો, રીક્ષા ચાલકોમાં ખુશી પણ મુસાફરોમાં 'માતમ'

શહેરના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે સમયસર નિર્ણય લેવાની જવાબદારી તંત્રની હોય છે. પરંતુ સુભાષ બ્રિજના કેસમાં AMCની આયોજન ક્ષમતા, ટેક્નિકલ મૂલ્યાંકન અને નિર્ણય પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન લાગી રહ્યું છે. જો આખરે નવો બ્રિજ જ બનાવવાનો હતો, તો આ નિર્ણય છ મહિના પહેલા કેમ લેવામાં આવ્યો નહીં?

અમદાવાદ ઝડપથી વિકસતું શહેર છે અને તેના ટ્રાફિક નેટવર્ક માટે દરેક મહત્વનો માર્ગ અને બ્રિજ અત્યંત જરૂરી છે. આવી સ્થિતિમાં તંત્રની ધીમી નિર્ણય પ્રક્રિયા માત્ર વહીવટી ખામી જ નહીં, પરંતુ નાગરિકોના સમય અને સુવિધા સાથેનો અન્યાય પણ ગણાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Subhash Bridge Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ