બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લગ્ન માટે ઉદયપુરનો મહેલ કર્યો હતો બુક, પ્રેમી સાથે મળી સિયાએ જ મંગેતરનું ઢીમ ઢાળી દીધું, CCTVથી થયો મોટો ખુલાસો
Last Updated: 11:35 AM, 24 June 2026
Pune News: પુણેના લોહાગઢ કિલ્લામાં બિલ્ડર કેતન અગ્રવાલની હત્યા કેસમાં પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે. તેની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ કેતનને ખીણમાં ફેકી દીધો હતો. હવે બંનેની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના પુણે નજીક લોહાગઢ કિલ્લામાં બિલ્ડર કેતન અગ્રવાલની હત્યાની તપાસ ચાલુ હોવાથી ઘણા ખુલાસા થઈ રહ્યા છે. હવે પોલીસે આ કેસમાં એક નવો ખુલાસો કર્યો છે. બુધવારે પોલીસે જણાવ્યું હતું કે હૂડી પહેરેલા એક વ્યક્તિ કેતન અગ્રવાલ અને તેની મંગેતર સિયા ગોયલનો પીછો કરી રહ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના પછી પોલીસ એલર્ટ થઇ ગઇ છે.
પોલીસને એ વાત અજીબ લાગી તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોવા છતાં તે વ્યક્તિએ હૂડી પહેરી છે. તેની શંકાસ્પદ હરકતોથી કેતનના મૃત્યુની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા પોલીસે નીર્ણય કર્યો છે. કારણ કે શરૂઆતમાં આ કેસ ટ્રેકિંગ કરતી વખતે થયેલો એક દુ:ખદ અકસ્માત લાગતો હતો.
ADVERTISEMENT
સિયાએ તેના પરિવારને ખોટું બોલ્યું
પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે 18 જૂનના ટ્રેકિંગ કરતી વખતે મૃત્યુ પામેલા 26 વર્ષીય કેતનને તેની મંગેતર સિયા (20) અને તેના બોયફ્રેન્ડ ચેતન (22) દ્વારા કથિત રીતે ખીણમાં ધકેલી દેવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ ઘટનાને આકસ્મિક મૃત્યુ તરીકે નોંધવામાં આવી હતી કારણ કે સિયાએ પીડિતના પરિવારને કહ્યું હતું કે તે ટ્રેકિંગ દરમિયાન તેનો પગ લપસી ગયો હતો.
ADVERTISEMENT
પોલીસને ક્યારે શંકા ગઈ?
તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, "તપાસ દરમિયાન અમને ઘટના વિશે કેટલીક એવી વિગતો મળી જેનાથી શંકા ઉભી થઈ અને વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ થઈ. અમે કિલ્લાના ટિકિટ કાઉન્ટર પર લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ્યા, જેમાં કેતન અને સિયા સાથે ચાલતા દેખાતા હતા."
ADVERTISEMENT
ફૂટેજની નજીકથી તપાસ કર્યા પછી પોલીસે કેતન અને સિયાથી થોડા મીટર પાછળ એક માણસ જોયો. અધિકારીએ કહ્યું, "તે માણસે શોર્ટ્સ અને હૂડી પહેરી હતી. હૂડીનો આગળનો ભાગ એટલો નીચે ખેંચાયેલો હતો કે તેનો ચહેરો દેખાતો ન હતો. તેણે હૂડી ઉપર હેડસેટ પણ પહેર્યો હતો. એક બીજા ફૂટેજ ક્લિપમાં અમે જોયુ કે સિયા અચાનક પાછળ વળીને જુએ છે અને તે સમયે હૂડી પહેરેલો માણસ અચાનક નીચે બેસી જાય છે"
તેમણે કહ્યું કે તેમણે પાછળથી 18 જૂને તે સમયને તાપમાન ચેક કર્યું અને જોયું કે તે 33 ડિગ્રી સેલ્સિયસ હતું, અને આશ્ચર્ય થયું કે કોઈ આટલી ગરમીમાં હૂડી કેમ પહેરશે.
ADVERTISEMENT
સિયાએ લગ્ન મુલતવી રાખવાની વાત કરી હતી
અધિકારીએ કહ્યું કે કેતનનો પરિવાર શોકમાં હતો તેથી પોલીસ તાત્કાલિક જોડાની પૂછપરછ કરી શકી નહીં. જોકે તપાસ દરમિયાન કેતનના કાકાએ ખુલાસો કર્યો કે સિયાએ અગાઉ લગ્ન અંગે થોડી ખચકાટ વ્યક્ત કર્યો હતો અને એક વખત પૂછ્યું હતું કે શું તે એક વર્ષ માટે ટાળી શકાય છે.
ADVERTISEMENT
સિયા અને કેતનની સગાઈ ફેબ્રુઆરીમાં થઈ હતી અને નવેમ્બરમાં ઉદયપુરમાં એક ભવ્ય સમારોહમાં તેમના લગ્ન થવાના હતા, જેના માટે એક મહેલ બુક કરવામાં આવ્યો હતો.
અધિકારીએ કહ્યું, "કેતનની બહેન સંજના અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરીને અમને જાણવા મળ્યું કે આ જીવલેણ ઘટના પહેલા સિયા વારંવાર કેતનને લોહાગઢ કિલ્લા પર તેની સાથે જવા માટે સમજાવતી હતી. 31 મેના સિયા કેતનને લોહાગઢ કિલ્લા પર લઈ ગઈ. તેણી 4 જૂનના કેતન સાથે લોહાગઢ કિલ્લા પર જવાનો આગ્રહ પણ રાખતી હતી, પરંતુ કેતનની માતાએ તેને બીજી વાર ત્યાં જવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો."
કેતન અને સિયા પ્રી-વેડિંગ શૂટ માટે બાલી જવાના હતા
તેમણે કહ્યું કે સિયા અને ચેતને પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે બાલી જતા પહેલા કેતનને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. આ સફર થઈ શકી નહીં કારણ કે સફર પહેલાં કેતનનો પાસપોર્ટ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો.
સિયાએ ફરી એકવાર 14 જૂને કેતનને લોહાગઢ જવા કહ્યું. તે દિવસે તેણે કથિત રીતે કેતનને પહાડ પરથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે ઝાડી પકડવામાં સફળ રહ્યો હતો. અધિકારીએ જણાવ્યુ કે જ્યારે કેતનને આશ્ચર્ય થયું કે તેને શા માટે ધક્કો મારવામાં આવ્યો ત્યારે તેણે સાપ હોવાનો ખોટો સોર મચાવ્યો અને તેને બચાવ્યો હોવાનો ડોળ કરવાનો પ્રયાસ કર્યો.
સિયાના કોલ ડિટેલ્સ દ્વારા રહસ્યો ખુલ્યા
તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટનાક્રમ બાદ તપાસકર્તાઓએ તપાસનો વિસ્તાર કર્યો અને કોલ ડિટેલ રેકોર્ડ્સ અને ડિજિટલ કોમ્યુનિકેશન ડેટા સહિત ટેકનિકલ પુરાવાઓનું વિશ્લેષણ કર્યું. તેમના મતે સિયાના કોલ રેકોર્ડ્સની તપાસમાં જાણવા મળ્યું કે તે એક પુરુષ સાથે સતત સંપર્કમાં હતી જે પાછળથી તેનો બોયફ્રેન્ડ ચેતન ચૌધરી હોવાનું બહાર આવ્યું.
અધિકારીએ વધુમાં જણાવ્યું, "ટેકનિકલ વિશ્લેષણમાં બંને વચ્ચે ઊંડો સંબંધ ખુલ્યો અને એક સુનિયોજિત કાવતરું તરફ ઈશારો કર્યો. ત્યારબાદ અમે ચૌધરી સાથે સંકળાયેલા ફોટોગ્રાફ્સ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની તપાસ કરી. આ ફોટોગ્રાફ્સની કિલ્લાના સીસીટીવી ફૂટેજ સાથે સરખામણી કરવાથી પોલીસને હૂડી પહેરેલા માણસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી."
ચેતન કેવી રીતે પકડાયો
તેમણે વધુમાં જણાવ્યું કે એકઠા કરેલ ટેકનિકલ પુરાવા અને ગુપ્ત માહિતીના આધારે ટીમોએ ચૌધરીને શોધી કાઢ્યો અને પૂછપરછ માટે તેની અટકાયત કરી. તેમણે કહ્યું, "પૂછપરછ દરમિયાન અમે બધી કડીઓને જોડી, જેનાથી સિયા અને ચેતન દ્વારા સુનિયોજિત કાવતરાનો ખુલાસો થયો."

આ પણ વાંચોઃ ભારતની પહેલી બુલેટ ટ્રેનમાં નીકળી બંપર ભરતી, જાણો ઉંમર, યોગ્યતા અને પગાર
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના પાછળનું કારણ સિયાનો ચેતન સાથેનો સંબંધ અને કેતન સાથે લગ્ન ન કરવાની તેની ઇચ્છા હોવાનું જણાય છે. તેમણે કહ્યું, "પૂછપરછ દરમિયાન ચેતનને પૂછવામાં આવ્યું કે તેણે ભાગી જવાને બદલે કેતનને મારી નાખવાનું કેમ નક્કી કર્યું. તેમના મતે સિયા સગાઈ તોડીને ચેતન સાથે ભાગી જવાના પક્ષમાં નહોતી કારણ કે તેણીને લાગતું હતું કે આમ કરવાથી તેના પરિવારની બદનામી થશે."
આ પછી પોલીસે સિયા અને તેના પ્રેમી બંનેની ધરપકડ કરી અને તેમની સામે હત્યા અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.