બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લખનઉ અગ્નિકાંડ બાદ યોગી સરકારની મોટી કાર્યવાહી, પ્રયાગરાજમાં ખાન સરનું કોચિંગ સેન્ટર સીલ

નેશનલ / લખનઉ અગ્નિકાંડ બાદ યોગી સરકારની મોટી કાર્યવાહી, પ્રયાગરાજમાં ખાન સરનું કોચિંગ સેન્ટર સીલ

Pravin Joshi

Last Updated: 09:49 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના લખનઉમાં આવેલા અલીગંજ વિસ્તારમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડ બાદ રાજ્યનું વહીવટી તંત્ર ગેરકાયદેસર અને અસુરક્ષિત રીતે ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ સામે એક્શન મોડમાં આવી ગયું છે. પટના બાદ હવે ઉત્તર પ્રદેશના સૌથી મોટા એજ્યુકેશનલ હબ 'પ્રયાગરાજ' માં પ્રશાસને એક બહુ મોટી કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તર પ્રદેશના શૈક્ષણિક ગઢ ગણાતા પ્રયાગરાજમાંથી એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લખનઉ અગ્નિકાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ જિલ્લા પ્રશાસન, પ્રયાગરાજ વિકાસ સત્તામંડળ અને અગ્નિશમન વિભાગની સંયુક્ત ટીમોએ વ્યાપક સ્તરે તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ તપાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં કરતા અને ફાયર સેફ્ટીના સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા અનેક પ્રખ્યાત કોચિંગ સેન્ટરોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે, જેમાં પટનાના પ્રખ્યાત શિક્ષક ખાન સરની સંસ્થા પણ સામેલ છે.

khan-sir

શા માટે લેવાયા આટલા કડક પગલાં?

વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજના મુખ્ય કોચિંગ વિસ્તારોમાં સુરક્ષા માપદંડોની ચકાસણી માટે એક વિશેષ સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઇન્સ્પેક્શન દરમિયાન એવી ચોંકાવનારી ખામીઓ સામે આવી છે જે ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે તેમ હતી. લખનઉ અકસ્માતની જેમ જ પ્રયાગરાજમાં પણ ઘણા કોચિંગ સેન્ટરો રહેણાંક ભવનોમાં અથવા અત્યંત સાંકડી ગલીઓમાં કોઈપણ પ્રકારની વ્યાપારી મંજૂરી વિના ધમધમી રહ્યા હતા. તપાસ ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, સીલ કરાયેલા મોટાભાગના કોચિંગ સેન્ટરોમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકસાથે બેસીને અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ કોઈ કટોકટીની સ્થિતિ ઊભી થાય તો બહાર નીકળવા માટે કોઈ ‘ઇમરજન્સી એક્ઝિટ’ની વ્યવસ્થા જ નહોતી. અનેક નામી સંસ્થાઓમાં આગ ઓલવવા માટેના સિલિન્ડરો કાં તો એક્સપાયર થઈ ચૂક્યા હતા અથવા તો માત્ર વહીવટી તંત્રને બતાવવા માટે ટાંગી રાખવામાં આવ્યા હતા. બિલ્ડિંગમાં પાણીનો મારો ચલાવતી સ્પ્રિંકલર સિસ્ટમ અને યોગ્ય હવાની અવરજવર માટેનું વેન્ટિલેશન પણ સંપૂર્ણપણે ઠપ જોવા મળ્યું હતું.

ખાન સરના કોચિંગ સેન્ટર પર કેમ લાગ્યું તાળું?

આ મોટા પ્રશાસનિક સપાટા દરમિયાન પટના પછી હવે પ્રયાગરાજમાં પણ સ્થિત ‘ખાન સર’ ના કોચિંગ સેન્ટરને વહીવટી આદેશથી બંધ કરાવી દેવામાં આવ્યું છે. જ્યારે ફાયર અને રેવન્યુ વિભાગની ટીમ નિરીક્ષણ માટે ખાન સરની સંસ્થાએ પહોંચી, ત્યારે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા અને ફાયર સેફ્ટી સંબંધિત ઘણી ગંભીર ખામીઓ ઓન-રેકોર્ડ મળી આવી હતી. વિદ્યાર્થીઓના જીવને જોખમમાં ન મૂકી શકાય તેવા કડક વલણ સાથે પ્રશાસને તાત્કાલિક અસરથી આ સંસ્થાની કામગીરી અટકાવી સીલ મારી દીધું છે.

આ પણ વાંચો : અચાનક આગ લાગે ત્યારે બચવા શું કરવું? જાણો જીવ બચાવવાના મહત્વના ઉપાય

સત્તાવાર અહેવાલો અને સરકારી અધિકારીઓના નિવેદન મુજબ, ખાન સરનું આ કોચિંગ સેન્ટર જે બિલ્ડિંગમાં ચલાવવામાં આવી રહ્યું હતું, તે ઇમારતને કમર્શિયલ ઉપયોગ માટે તો મંજૂરી મળેલી હતી. પરંતુ, નિયમો અનુસાર આવી મોટી શૈક્ષણિક સંસ્થા કે કોચિંગ સેન્ટર ચલાવવું એ 'સામુદાયિક સુવિધા'ની શ્રેણીમાં આવે છે. આ ખાસ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે બિલ્ડિંગ માલિક કે સંચાલકો દ્વારા સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી વધારાની કાયદાકીય મંજૂરી લેવામાં આવી નહોતી. નિયમોના આ સ્પષ્ટ ભંગ બદલ જ આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPCoachingSealed PrayagrajAction KhanSirCoaching
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ