બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:01 AM, 25 June 2026
રાઇઝિંગ ક્રિકેટ સ્ટાર વૈભવ સૂર્યવંશી તેના પહેલા સિનિયર ઇન્ટરનેશનલ પ્રવાસ પહેલા જ સમાચારમાં છે. આ વખતે તેનું કારણ તેની બેટિંગ નથી પરંતુ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન લાગુ કરવામાં આવનાર એક ખાસ નિયમ છે. 15 વર્ષીય વૈભવને ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેના સાથી ખેલાડીઓથી અલગ ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરવો પડશે. આ વ્યવસ્થા ICC સેફગાર્ડિંગ (ચાઈલ્ડ પ્રોટેક્શન) નિયમો હેઠળ કરવામાં આવી રહી છે. જેમાં ICC અને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના નિયમો મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના પ્લેયર સીનીયર પ્લેયર સાથે એક જ ચેન્જિંગ રૂમ શેર ન કરી શકે.
ADVERTISEMENT
આ અંગે ECB એ આ તેની પુષ્ટિ કરતા કહ્યું કે ઇંગ્લેન્ડમાં સીરીઝમાં ICC ના નિયમ લાગુ પડતા હોવાથી તેના સેફગાર્ડિંગ પ્રોટોકોલ લાગુ થશે. ECB એ જણાવ્યું કે ICC નિયમો સિવાય બોર્ડની "સેફ હેન્ડ્સ" પોલીસી સમગ્ર પ્રવાસ દરમિયાન અમલમાં રહેશે. જેમાં વૈભવની ઉંમરને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા સુરક્ષા અને કેરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના માતાપિતા સમગ્ર પ્રવાસ દરમિયાન તેની સાથે રહેશે અને ભારતીય ટીમ સાથે તે જ હોટેલમાં રહેશે. સામાન્ય સંજોગોમાં આવું નથી થતું પરંતુ વૈભવની ઉંમરને ધ્યાનમાં રાખીને ખાસ પરવાનગી આપવામાં આવી છે. જેમાં ECBનું માનવું છે કે તેના પરિવારની હાજરીથી આ પ્લેયરને જરૂરી મદદ કો અને કેર મળશે.
મીડિયા રીપોર્ટ મુજબ આ નિયમો વૈભવની ક્રિકેટ એક્ટીવીટીને અસર નહીં કરે. તે મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં હાજર રહેશે, ટીમ મીટિંગમાં ભાગ લેશે, પ્રેક્ટિસ કરશે અને ક્રિકેટ સંબંધિત તમામ એક્ટીવીટીમાં સંપૂર્ણ રીતે ભાગ લેશે. આ પ્રતિબંધ માત્ર મેચ પહેલા અને બાદમાં કપડાં બદલવા પર જ લાગુ પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઇંગ્લેન્ડ સીરીઝ ICC અધિકારક્ષેત્રમાં યોજાઈ રહી છે આથી આ નિયમો ત્યાં લાગુ પડશે. જોકે આ વ્યવસ્થા આયર્લેન્ડ સામેની બે T20 મેચોમાં લાગુ પડશે નહીં. કેમ કે તે મેચો ક્રિકેટ આયર્લેન્ડના અધિકારક્ષેત્રમાં યોજાઈ રહી છે. જેમાં ભારતીય સ્થાનિક ક્રિકેટ અને IPLમાં આવા નિયમો નથી. રાજસ્થાન રોયલ્સ માટે રમતી વખતે વૈભવ છેલ્લા બે સીઝનથી સીનીયર પ્લેયર સાથે એક સામાન્ય ડ્રેસિંગ રૂમનો ઉપયોગ કરતો હતો.
ADVERTISEMENT
બાદમાં તેને પોતાના પર્ફોમન્સમાં વધુ વધારો કર્યો અને IPL 2026ની સિઝનમાં 776 રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. જેમાં તેને 72 સિક્સર ફટકારીને ક્રિસ ગેલનો એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
ADVERTISEMENT
તાજેતરમાં શ્રીલંકા A સામે ત્રિકોણીય સિરીઝની ફાઇનલમાં વૈભવે ભારત A માટે માત્ર 29 બોલમાં 94 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેને માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો.
ADVERTISEMENT
હવે બધાની નજર હવે શુક્રવારે બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામેની પ્રથમ T20I મેચ પર છે. જો વૈભવને આ મેચમાં ડેબ્યૂ કરવાનો મોકો મળે તો તે ભારતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ ક્રિકેટર બનશે. હાલમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે જેને 1989માં 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.