બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અન્નદાતાને પૂરો ટેકો! મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનને લઈને હકાભા ગઢવીનું નિવેદન
Last Updated: 10:35 PM, 24 June 2026
મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ ખુલ્લું સમર્થન આપ્યું છે. હકાભા ગઢવીએ ખેડૂતોની માંગણીઓનો યોગ્ય અને ઝડપી નિર્ણય લેવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
જેતપરમાં ખેડૂત આંદોલનને લઈને હકાભા ગઢવીનું નિવેદન
હકાભા ગઢવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ખેડૂતો દેશના અન્નદાતા છે અને તેમની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવા જોઈએ. તેમણે કહ્યું કે ખેડૂતો લાંબા સમયથી પોતાની માંગણીઓ માટે લડી રહ્યા છે અને હવે હકારાત્મક પગલાં ભરવાની જરૂર છે.
ADVERTISEMENT
હકાભા ગઢવીએ ખેડૂતોના સમર્થનમાં આપ્યુ નિવેદન
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જો ખેડૂતોના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય નહીં આવે તો હું પણ ખેડૂતોની સાથે આંદોલનમાં બેસી જઈશ." તેમના આ નિવેદનને ઉપસ્થિત ખેડૂતો અને આગેવાનો દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતના નકલી પ્લાઝમા રેકેટમાં મહારાષ્ટ્રની બ્લડ બેંકની સંડોવણી, ચોરીના પ્લાઝમા મોહન ગાયકવાડ આપતો
ADVERTISEMENT
જેતપર ખાતે ચાલી રહેલા આંદોલનને વિવિધ સામાજિક સંગઠનો અને આગેવાનો તરફથી સતત સમર્થન મળી રહ્યું છે, ત્યારે હકાભા ગઢવીના નિવેદનથી આંદોલનને વધુ બળ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.