બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / દીકરીઓએ ફરી બાજી મારી! CA ઈન્ટર મીડિએટમાં અમદાવાદની બે છોકરીઓ ટોપ 10 માં

Result 2026 / દીકરીઓએ ફરી બાજી મારી! CA ઈન્ટર મીડિએટમાં અમદાવાદની બે છોકરીઓ ટોપ 10 માં

Pravin Joshi

Last Updated: 07:59 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICAI દ્વારા જાહેર કરાયેલા મે 2026 સત્રના CA ઇન્ટરમીડિએટ પરીક્ષાના પરિણામોમાં અમદાવાદના મોક્ષ રાઠોડે ઓલ ઇન્ડિયા ૫મો (AIR 5) અને સ્તુતિ ગોએન્કાએ 10મો (AIR 10) રેન્ક મેળવ્યો છે.

દેશની સૌથી પ્રતિષ્ઠિત અને અઘરી ગણાતી પરીક્ષાઓમાં જેની ગણના થાય છે, તેવી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની સીએ ઇન્ટરમીડિએટ પરીક્ષાનું પરિણામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. મે 2026ના સત્રમાં લેવાયેલી આ પરીક્ષાના પરિણામોમાં આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે પાસ થવાની ટકાવારીમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે પરિણામ એકંદરે ઘણું નીચું રહ્યું છે. જોકે, આ કપરા અને કઠિન પરિણામ વચ્ચે પણ ગુજરાતના મેઘાવી વિદ્યાર્થીઓએ પોતાની અસાધારણ બુદ્ધિપ્રતિભા અને અથાણ પરિશ્રમના જોરે રાષ્ટ્રીય સ્તરે સફળતાનો ડંકો વગાડી દીધો છે.

result

અમદાવાદના 3 વિદ્યાર્થીઓ ટોપ-50માં

જાહેર થયેલા પરિણામોની વિગતો અનુસાર, અમદાવાદ સેન્ટરના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું છે. અમદાવાદના તેજસ્વી વિદ્યાર્થી મોક્ષ રાઠોડે સમગ્ર દેશમાં ઓલ ઇન્ડિયા ૫મો રેન્ક (AIR 5) પ્રાપ્ત કરીને સીએ જગતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ જ શ્રેણીમાં અમદાવાદની જ વિદ્યાર્થીની સ્તુતિ ગોએન્કાએ પણ અદભુત પ્રદર્શન કરતા ઓલ ઇન્ડિયા 10મો રેન્ક (AIR 10) પોતાના નામે કર્યો છે. ગર્વ લેવા જેવી બાબત એ છે કે, સમગ્ર દેશના ટોપ-50 તેજસ્વી વિદ્યાર્થીઓની યાદીમાં (AIR 50) અમદાવાદ સેન્ટરના કુલ ત્રણ હોનહાર વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન સુનિશ્ચિત કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

exam

વડોદરામાં સ્કૂલ વાન ડ્રાઇવરની દીકરીએ મેળવ્યો ત્રીજો રેન્ક

આ પરિણામ માત્ર આંકડાઓનું નથી, પરંતુ અનેક પરિવારોના સપના સાકાર થવાની જીવંત કહાની પણ છે. વડોદરા સેન્ટર પરથી એક અત્યંત પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં આર્થિક સંકડામણ અને મર્યાદિત સાધનો વચ્ચે જીવતા એક સામાન્ય પરિવારની દીકરીએ સીએ ઇન્ટરની પરીક્ષામાં ભવ્ય બાજી મારી છે. રોજ સવારે બાળકોને શાળાએ મૂકવા જતા એક સામાન્ય સ્કૂલ વાન ડ્રાઇવરની પુત્રીએ પોતાની તીવ્ર લગન અને મહેનતના જોરે આ કઠિન પરીક્ષા પાસ કરી છે એટલું જ નહીં, પરંતુ સમગ્ર વડોદરા શહેરમાં ત્રીજો રેન્ક હાંસલ કરીને સાબિત કરી દીધું છે કે જો મનમાં અડગ શ્રદ્ધા અને સંકલ્પ હોય તો ગરીબી ક્યારેય આડે આવતી નથી.

આ વર્ષે આઇસીએઆઇ (ICAI) દ્વારા મે 2026 ના સત્રની ગ્રુપ-1 ની પરીક્ષાઓ ગત 5 મે, 7 મે અને 9 મેના રોજ આયોજિત કરવામાં આવી હતી. જ્યારે ગ્રુપ-2 ની પરીક્ષાઓ 11 મે, 13 મે અને 15 મેના રોજ લેવાઈ હતી. ગત ટર્મની સરખામણીએ આ વખતે દેશભરમાં અને ખાસ કરીને અમદાવાદ સેન્ટર પર પરિણામોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે:

ઓલ ઇન્ડિયા સ્તર: સમગ્ર દેશમાંથી કુલ 33304 જેટલા વિદ્યાર્થીઓએ આ બંને ગ્રુપની પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 2820 વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થવામાં સફળ રહ્યા છે.

અમદાવાદ સેન્ટર: અમદાવાદ કેન્દ્ર પરથી કુલ 993 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી માત્ર 65 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્યા છે.

ટકાવારીમાં મોટો ઘટાડો: ગત જાન્યુઆરી મહિનામાં લેવાયેલી પરીક્ષામાં ઓલ ઇન્ડિયાનું પરિણામ 9.39 ટકા હતું, જે આ વખતે ઘટીને 8.47 ટકા થઈ ગયું છે. બીજી તરફ, અમદાવાદ સેન્ટરનું પરિણામ જાન્યુઆરીમાં 13.19 ટકા જેટલું ઊંચું હતું, જે આ મે સત્રમાં ભારે ઘટાડા સાથે માત્ર 6.55 ટકા પર આવીને અટકી ગયું છે.

આ પણ વાંચોઃ બે મહિનામાં CNGના ભાવમાં 6 રૂપિયાનો જંગી વધારો, રીક્ષા ચાલકોમાં ખુશી પણ મુસાફરોમાં 'માતમ'

પરિણામનો આ આકરો ગ્રાફ સ્પષ્ટ કરે છે કે આ વખતે આઇસીએઆઇનું મૂલ્યાંકન ખૂબ જ કડક રહ્યું છે, તેમ છતાં સફળ થયેલા વિદ્યાર્થીઓની ખુશીનો કોઈ પાર નથી અને તેઓ હવે સીએ ફાઇનલની આગામી સફર માટે સજ્જ બન્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICAI CAIntermediate CAResults2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ