ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'શક્તિમાન વેચાઈ ગયો?' સમય રૈના સાથેના કોલેબ બાદ મુકેશ ખન્ના પર ફેન્સ થયા ગુસ્સે

Video / 'શક્તિમાન વેચાઈ ગયો?' સમય રૈના સાથેના કોલેબ બાદ મુકેશ ખન્ના પર ફેન્સ થયા ગુસ્સે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:58 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mukesh Khanna-Samay Raina: થોડા મહિના પહેલા 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ દરમિયાન મુકેશ ખન્નાએ સમય રૈનાના શો અને તેની કોમેડીની ખુલ્લેઆમ ટીકા કરી હતી.

ADVERTISEMENT

Mukesh Khanna-Samay Raina: થોડા મહિના પહેલા 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ દરમિયાન મુકેશ ખન્નાએ સમય રૈનાના શો અને તેની કોમેડીની ખુલ્લેઆમ ટીકા કરી હતી. હવે સમયે તેમના કોમેડી શો 'સ્ટિલ અલાઇવ'માં મુકેશ ખન્ના અને તેમના મશહૂર પાત્ર શક્તિમાન પર પણ કટાક્ષ કર્યો હતો.

આ પછી મુકેશ ખન્નાએ સમયને કૂતરાની પૂંછડી કહ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે સમયને ગધેડા પર બેસાડી ફેરવવો જોઇએ. તેનો ચહેરો કાળો કરી દેવો જોઈએ.

પરંતુ હવે બંને એક જાહેરાતમાં સાથે દેખાયા છે. આ અણધાર્યા કોલૈબે સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. જ્યારે કેટલાક લોકો તેને મનોરંજક કહી રહ્યા છે, ત્યારે ઘણા યુજર્સે મુકેશ ખન્ના પર તેના અગાઉના નિવેદનો પરથી ફેરવી તોળ્યાનો આરોપ લગાવી રહ્યા છે.

નવી જાહેરાતમાં શક્તિમાન સાથે

સમય રૈનાએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર Ai+ સ્માર્ટફોન માટેની જાહેરાત શેર કરી. વીડિયોની શરૂઆત સમય ફોન પર વાત કરીને કરે છે, કહે છે કે તેનો શો પાછો આવી રહ્યો છે અને અંધકાર લાંબો સમય ચાલતો નથી. આ દરમિયાન શક્તિમાનના અંદાજમાં મુકેશ ખન્નાની એન્ટ્રી થાય છે. સમય તેને જોઈને આશ્ચર્યચકિત થાય છે અને પૂછે છે કે તે તેની છત પર શું કરી રહ્યો છે. મુકેશ ખન્ના મજાકીયા અંદાજમાં કહે છે તે સમયને સુધારવા આવ્યો છે. આ પછી થોડા વધુ સંવાદો થાય છે.

વીડિયોમાં એફઆઇઆર પર નોકજોક

વીડિયોમાં આગળ બંને વચ્ચે મજેદાર વાતચીત થાય છે. મુકેશ ખન્ના સમયને યાદ અપાવે છે કે તેની સામે ત્રણ FIR દાખલ કરવામાં આવી છે, પરંતુ તે હજુ પણ સુધર્યો નથી. સમય જવાબ આપે છે કે જો તેનો ચહેરો કાલિખ પોતી ગઇ તો તે કરનાર વ્યક્તિ સામે બીજી FIR દાખલ થઈ શકે છે. આ હળવી વાતચીત સમગ્ર જાહેરાત દરમિયાન હળવા અંદાજમાં ચાલુ રહે છે.

જાહેરાતના એક ભાગમાં મુકેશ ખન્ના સમય રૈનાના મજાક અને ભાષા પર પણ કટાક્ષ કરે છે. તે કહે છે કે સમય ભારતમાં રહે છે, પરંતુ તેના મજાક અમેરિકન અંદાજમાં અને અભદ્ર છે. પછી સમય તેને ફોન બતાવે છે અને સમજાવે છે કે સ્માર્ટફોન ભારતમાં બનેલો છે. આ સંદેશ સાથે જાહેરાત સમાપ્ત થાય છે.

અમિત કિલ્હોરે એક વીડિયો બનાવીને આ મુદ્દા પર નિશાન સાધ્યું

ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અમિત કિલ્હોરે પણ એક વીડિયો બનાવીને આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી. તેમણે મુકેશ ખન્નાને દંભી ગણાવ્યા અને દાવો કર્યો કે શક્તિમાનનું પાત્ર ભજવનાર અભિનેતા સમય રૈના સાથે 25 લાખ રૂપિયા માટે જાહેરાતમાં દેખાયો છે. અમિત કિલ્હોરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમના નિવેદનથી વિવાદ વધુ વકર્યો છે.

VTV ADD

આ પણ વાંચોઃ મનોરંજન / સેન્સર બોર્ડની કાતર ફરી, અક્ષય કુમારની કોમેડી ફિલ્મ 'વેલકમ ટૂ ધી જંગલ'ના 18 સીન કાપ્યા

એપ્રિલમાં મુકેશ ખન્ના સમય પર ગુસ્સે થયા હતા

એપ્રિલમાં મુકેશ ખન્ના તેમના કોમેડી સ્પેશિયલમાં સમય રૈના દ્વારા કરવામાં આવેલા મજાકથી ખૂબ નારાજ થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને સમયને શરમજનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આખા દેશે સમયની ટીકા કરી છે, પરંતુ તે હજુ પણ બદલાયો નથી. મુકેશ ખન્નાએ એમ પણ કહ્યું કે સમયને ગધેડા પર બેસાડીને દેશભરમાં ફેરવવો જોઈએ અને લોકોએ તેનો વિરોધ કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Khanna Samay Raina Shaktimaan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ