બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 01:56 PM, 24 June 2026
1/7
ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની આ યાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ ભગવાન અને ભક્તો વચ્ચેના જીવંત સંબંધનું સુંદર પ્રતિક છે. રથયાત્રા પહેલાં ભગવાનની બીમારી, સારવાર અને સ્વસ્થ થવાની પરંપરા સમગ્ર વિશ્વમાં અનોખી માનવામાં આવે છે. આ પરંપરા દર્શાવે છે કે ભગવાનને પરિવારના સભ્યની જેમ પ્રેમ અને સ્નેહથી સેવા કરવામાં આવે છે.
2/7
વર્ષ 2026માં 29 જૂને સ્નાનયાત્રાથી ઉત્સવની શરૂઆત થશે. આ દિવસે ભગવાનને 108 સુવર્ણ કલશથી પવિત્ર સ્નાન કરાવવામાં આવશે. 14 જુલાઈએ નવયૌવન દર્શન થશે જેમાં ભગવાન સ્વસ્થ થયા બાદ પ્રથમ વખત ભક્તોને દર્શન આપશે. 16 જુલાઈએ મુખ્ય રથયાત્રા નીકળશે. 24 જુલાઈએ બહૂડા યાત્રા દ્વારા ભગવાન મુખ્ય મંદિરે પરત ફરશે અને 25 જુલાઈએ સુના વેશમાં ભગવાનને સોનાના આભૂષણોથી શણગારવામાં આવશે.
3/7
જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓને મંદિરના ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે. આ વિધિને "પહાંડી" કહેવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને નવા વસ્ત્રો પહેરાવીને ફૂલોના આસન પર બેસાડવામાં આવે છે. પછી ચંદનમિશ્રિત ઠંડા જળથી 108 સુવર્ણ કલશ વડે મહાસ્નાન કરવામાં આવે છે. આ વિધિ ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત નજારો સર્જે છે.
4/7
મહાસ્નાન પછી ભગવાનને માનવીની જેમ તાવ આવી જાય છે એવી માન્યતા છે. આ દિવ્ય ઘટનાને "જ્વરલીલા" કહેવામાં આવે છે. તાવ આવતાં ભગવાન 15 દિવસ માટે એકાંતમાં રહે છે. આ સમયગાળાને "અનવસર" કહેવાય છે. આ દરમિયાન મંદિરના કપાટ ભક્તો માટે બંધ રહે છે અને માત્ર ખાસ સેવકો તથા વૈદ્યો જ ભગવાનની સેવા કરી શકે છે.
5/7
6/7
15 દિવસના આરામ અને સારવાર બાદ ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થાય છે. ત્યારબાદ ભક્તોને તેમના નવયૌવન સ્વરૂપના દર્શન કરાવવામાં આવે છે. ભગવાન પોતાના ભક્તોના સુખ-દુઃખ જાણવા માટે ભવ્ય રથમાં બેસીને નગરભ્રમણ પર નીકળે છે. આ જ વિશ્વવિખ્યાત રથયાત્રા છે. લાખો ભક્તો ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે અને ભક્તિનો આ મહાઉત્સવ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવે છે.ભગવાનને ઔષધીય જડીબુટ્ટીઓ, ખીચડી, દળિયા અને ફળોના રસનો ભોગ ચઢાવવામાં આવે છે. દયિતગણ તરીકે ઓળખાતા સેવકો દિવસ-રાત ભગવાનની સેવા કરે છે અને તેમની તબિયત સુધરે તે માટે વિશેષ વિધિઓ કરે છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ