બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છ અને દાહોદમાં અલગ-અલગ ત્રણ ઘટનામાં 2 બાળકો સહિત 5 ડૂબ્યા
Last Updated: 02:49 PM, 24 June 2026
Gujarat Drowning Incident : ગુજરાતમાં ચોમાસાની મોસમ વચ્ચે પાણી સાથે જોડાયેલી દુર્ઘટનાઓ ચિંતાજનક રીતે સામે આવી રહી છે. વાસ્તવમાં દાહોદ અને કચ્છ જિલ્લામાં બનેલી અલગ અલગ ઘટનાઓમાં બાળકો અને યુવાનોના મોત થતાં પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જેમાં કચ્છમાં ત્રણ લોકોના મોત થયા છે. આ તરફ દાહોદમાં પણ બે લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
ADVERTISEMENT
દાહોદના સુખસર તાલુકાના પાટડીયા ગામે બે બાળકો ડૂબ્યા
દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના પાટડીયા ગામમાં બનેલી ઘટના હૃદયસ્પર્શી બની છે. શાળાથી ઘરે પરત ફર્યા બાદ બે સગા ભાઈઓ ગામ નજીક આવેલા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. ન્હાવા દરમિયાન બંને બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બચી શક્યા નહોતા. ઘટનામાં પ્રિન્સરાજ અને ઋત્વિક નામના બંને બાળકોના દુઃખદ મોત થયા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT

આ તરફ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. બાદમાં મૃતક બાળકોના માતા-પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : આનંદનિકેતન, DPS, ઉદગમ સહિત શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થામાં સઘન તપાસ
કચ્છ જિલ્લામાં પાણીમાં ડૂબી જવાની ત્રણ લોકોના મોત
ADVERTISEMENT
કચ્છ જિલ્લામાં પણ પાણીમાં ડૂબી જવાની અલગ અલગ બે ઘટનાઓમાં કુલ ત્રણ લોકોના જીવ ગયા છે. રાપર તાલુકાના ફતેહગઢ કેનાલ વિસ્તારમાં બે યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત સામખિયાળી વિસ્તારમાં આવેલા તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાથી તેનું પણ મોત થયું હતું. સ્થાનિક ટીમ અને બચાવ કામગીરી બાદ લગભગ એક કલાકની મહેનત પછી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.