બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આનંદનિકેતન, DPS, ઉદગમ સહિત શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થામાં સઘન તપાસ
Last Updated: 02:19 PM, 24 June 2026
Ahmedabad Fire Safe Campaign : વિદ્યાર્થીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અમદાવાદ શહેરમાં ફાયર બ્રિગેડ દ્વારા હવે શૈક્ષણિક સંસ્થામાં વ્યાપક તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ફાયર સેફ અમદાવાદ અભિયાન હેઠળ શહેરની મોટી હોય કે નાની તમામ શાળા અને કોલેજમાં આગથી સુરક્ષાની વ્યવસ્થાની સઘન ચકાસણી કરવામાં આવશે.
ADVERTISEMENT
આ તરફ આનંદનિકેતન, ડીપીસી, ઉદગમ, એશિયા, આર.જે.ટીબરવાલ, મહારાજા અગ્રેસન સહિત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થામાં ફાયર બ્રિગેડની ટીમે તપાસ શરૂ કરી છે. તાજેતરમાં આગની ઘટનાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીના જીવની સલામતી માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં રોજ હજારો વિદ્યાર્થી અભ્યાસ માટે આવે છે, ત્યાં કોઈ પણ અનિચ્છનીય ઘટના સમયે બચાવની પૂરતી વ્યવસ્થા છે કે નહીં તેની સ્થળ પર જઈ ચકાસણી કરાઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવાનાં સાધનો કાર્યરત છે કે નહીં, જોખમ સમયે બહાર નીકળવાના માર્ગ ખુલ્લા છે કે નહીં, ચેતવણી આપતી વ્યવસ્થા કાર્યરત છે કે નહીં, વીજ જોડાણો સુરક્ષિત છે કે નહીં તેમજ આપત્તિ સમયે વિદ્યાર્થીને સલામત રીતે બહાર કાઢવાની વ્યવસ્થા અંગે વિગતવાર તપાસ કરશે. ઉપરાંત ઇમારતનો ઉપયોગ મંજૂરી મુજબ થાય છે કે નહીં તેમજ ભોંયતળિયાનો ગેરરીતિથી ઉપયોગ તો થતો નથી ને તેની પણ વિગતવાર તપાસ કરશે.
ADVERTISEMENT
ફાયર બ્રિગેડના અધિકારીનું માનવું છે કે દુર્ઘટના બન્યા પછી કાર્યવાહી કરવા કરતાં અગાઉથી ખામી શોધીને તેને દૂર કરાવવી વધુ જરૂરી છે. જ્યાં સામાન્ય ખામી જોવા મળશે ત્યાં સુધારા માટે સૂચના આપવામાં આવશે, જ્યારે ગંભીર બેદરકારી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આગામી તબક્કામાં માર્ગદર્શન વર્ગ, અભ્યાસ કેન્દ્ર, પુસ્તકાલય, વિદ્યાર્થી નિવાસ તેમજ રહેણાક અને વ્યવસાય સાથે ચાલતી શૈક્ષણિક સંસ્થામાં પણ આ જ પ્રકારની તપાસ કરવામાં આવશે. શહેરની દરેક શૈક્ષણિક સંસ્થા આગથી સુરક્ષાના નિયમોનું પાલન કરે અને દરેક વિદ્યાર્થી સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે આ અભિયાનનો મુખ્ય હેતુ છે.
ADVERTISEMENT
આ સ્કૂલ-કોલેજમાં ચેકિંગ
ADVERTISEMENT
આ પણ વાંચો : કતાર બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો સુરતનો સની, આવતીકાલે મૃતદેહ અમદાવાદ આવશે
મહાનગરપાલિકાની શાળામાં પણ થશે તપાસ
ADVERTISEMENT
ફાયર બ્રિગેડનાં વિશ્વસનીય સૂત્રોનાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા સંચાલિત શાળામાં પણ આગથી સુરક્ષાની વ્યવસ્થાની તપાસ હાથ ધરવામાં આવશે. ખાનગી શાળાની સાથે મહાનગરપાલિકાની તમામ શાળામાં પણ આગ સામે બચાવનાં સાધનો, બહાર નીકળવાના માર્ગ તથા અન્ય જરૂરી વ્યવસ્થાની સ્થળ પર જઈ ચકાસણી કરવામાં આવશે. જ્યાં જરૂરી હશે ત્યાં તાત્કાલિક સુધારા માટે સૂચના આપવામાં આવશે.
તપાસ દરમિયાન શું ચકાસવામાં આવશે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.