બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:38 PM, 24 June 2026
1/6
જેઠ મહિનાની સુદ એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ એકાદશીનું વ્રત વર્ષભરની તમામ એકાદશીઓમાં સૌથી કઠિન માનવામાં આવે છે, કારણ કે તેમાં આખો દિવસ અને રાત પાણી પણ પીવાનું નથી હોતું. ધાર્મિક માન્યતા મુજબ આ વ્રત કરવાથી તમામ 24 એકાદશીનું પુણ્ય મળે છે. આ વ્રત પાછળ મહાભારતના ભીમસેન સાથે જોડાયેલી એક રસપ્રદ કથા પણ પ્રચલિત છે.
2/6
નિર્જળા એટલે 'પાણી વગર'. જેઠ મહિનાની ગરમીમાં પાણીનો ત્યાગ કરવો એ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પાણી ન પીવાથી વ્યક્તિ પોતાની ઇચ્છાઓ પર વિજય મેળવે છે. આ કઠિન તપસ્યા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અને વિશેષ પુણ્ય આપે છે.
3/6
મહાભારત કાળમાં પાંડવો અને દ્રૌપદી નિયમિત એકાદશી વ્રત કરતા હતા. પરંતુ ભીમસેનને ખૂબ જ ભૂખ લાગતી હોવાથી તેઓ ઉપવાસ કરી શકતા નહોતા. તેથી તેઓ મહર્ષિ વેદવ્યાસ પાસે ગયા અને કોઈ સરળ ઉપાય પૂછ્યો. ત્યારે વેદવ્યાસજીએ તેમને વર્ષમાં માત્ર એક વખત નિર્જળા એકાદશીનું કઠિન વ્રત રાખવાની સલાહ આપી.
4/6
મહર્ષિ વેદવ્યાસના કહેવા મુજબ ભીમસેને સંપૂર્ણ શ્રદ્ધા સાથે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું. આખો દિવસ અને રાત તેમણે અન્ન અને પાણીનો ત્યાગ કર્યો. બીજા દિવસે ભારે નબળાઈને કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ ગંગાજળ અને તુલસીથી તેમની ચેતના પાછી આવી. ત્યારથી આ એકાદશી 'ભીમસેની એકાદશી' તરીકે પણ ઓળખાય છે.
5/6
આ દિવસે વ્રતની સાથે દાનનું પણ વિશેષ મહત્વ છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ હોવાથી પાણીથી ભરેલા ઘડા, છાશ, શરબત અને ઠંડી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ઉપરાંત પંખા, છત્રી, તરબૂચ, ખરબૂચા અને સત્તુનું દાન પણ પુણ્યદાયી ગણાય છે. જરૂરિયાતમંદ લોકોને પાણી અને ઠંડા પીણાં આપવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ