ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બે મહિનામાં CNGના ભાવમાં 6 રૂપિયાનો જંગી વધારો, રીક્ષા ચાલકોમાં ખુશી પણ મુસાફરોમાં 'માતમ'
Last Updated: 02:48 PM, 24 June 2026
ADVERTISEMENT
ગેસના ભાવમાં વધારા બાદ હવે અમદાવાદમાં રીક્ષા ચાલકો પણ ગેસના ભાવ વધારવા માટે માંગ કરી રહ્યા હતા. ત્યારે વધતા જતા CNGના ભાવના કારણે હવે રિક્ષા ચાલકોને પણ ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશનની ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ બેઠક મળી હતી. જેમાં રિક્ષાચાલકોને ભાડામાં વધારો કરવાની છૂટ આપવામાં આવી છે રીક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયા હતું જેમાં 5 રૂપિયાનો વધારો કરીને 25 રૂપિયા કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

સામાન્ય અને માધ્યમ વર્ગના લોકો પર વધુ એક બોઝો પડ્યો
ADVERTISEMENT
અમદાવાદ રીક્ષા ચાલક એસોશિએશન અને ટ્રાન્સપોર્ટ કમિશ્નરની વચ્ચે મળેલ બેઠકમાં ઓટોરીક્ષાના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે રીક્ષા ભાડા વધતા સામાન્ય અને માધ્યમ વર્ગના લોકો પર વધુ એક બોઝો પડ્યો છે. રિક્ષા ચાલકો પ્રતિ કિલોમીટરે 15 રૂપિયા લેતા હતા જેમાં 5 રૂપિયાનો વધારો કરીને 20 રૂપિયા કરવામાં આવ્યા છે. અંદાજે ત્રણ વર્ષ બાદ રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ADVERTISEMENT
બે મહિનામાં CNGના ભાવમાં 6 રૂપિયા જેટલો વધારો
છેલ્લા બે મહિનામાં CNGના ભાવમાં 6 રૂપિયા જેટલો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. જેથી CNGના ભાવ 88ને પાર પહોંચી ગયા છે. જેના કારણે સૌથી વધુ રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નહોતો. તેમજ અનેક રજૂઆત છતાં ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં ન આવતા હવે રિક્ષા ચાલક એક્તા યુનિયને જાતે જ ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારે હવે સરકારે પણ રીક્ષા ભાડામાં વધારો કરવાની છુટ આપતા રીક્ષા ચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ રોજે રીક્ષામાં મુસાફરી કરતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ADVERTISEMENT

બેઠક બાદ રીક્ષા ભાડામાં 5 રૂપિયાનો વધારો
ADVERTISEMENT
અમદાવાદ રીક્ષા ચાલક એસો દ્વારા સરકાર સાથે મળેલ બેઠક બાદ રીક્ષા ભાડામાં 5 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જોકે આ ભાડા વધારાને લઈને કહી ખુશી તો કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.કારણ કે, મીટર પર ચાલતા રીક્ષા ચાલકોએ અ ભાવ વધારો કરી દીધો છે પરંતુ જે શટલ રીક્ષા ચાલકો છે તે ભાડા વધારો કરે છે પરંતુ મુસાફરો તે ભાડું આપવા તૈયાર નથી થતા. આમ રીક્ષા ચાલકો ભાડામાં વધારો તો કર્યો છે પરંતુ મુસાફરો નવું ભાડું આપવા તૈયાર જ નથી.

ADVERTISEMENT
મુસાફરો જાણે નારાજ હોય તેવી સ્થિતિ જોવા મળી
રીક્ષાના ભાડામાં 5 રૂપિયાનો વધારો થતા મુસાફરો જાણે નારાજ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રોજે રીક્ષામાં અપડાઉન કરતા મુસાફરો કહી રહ્યા છે કે, આ ભાડા વધારાથી અમારા બજેટ હલી જશે. અમારુ દર મહીને એક ફિકશ બજેટ હોય છે એ મુજબ જ ખર્ચ કરતા હોય છે. ગેસના ભાવ વધ્યા છે તો સરકારે એમના પરનો ટેક્ષ ઓછો કરીને ગેસના ભાવ ઘટાડવા જોઈએએક તરફના ભાડામાં 5 રૂપિયા વધ્યા છે એટેલે કે બંને તરફનું જુઓ તો 10 રૂપિયા વધી ગયા છે. મહીને હિસાબ કરો તો 3 હજાર રૂપિયા થાય.
આ પણ વાંચોઃ અમદાવાદના નવરંગપુરામાં મેટ્રો બ્રિજ નીચે કારમાંથી મળી યુવકની લાશ, પોલીસ-FSLની ટીમ પહોંચી
સીએનજીના વધતા ભાવનને કારણે ભાડુ વધારવાની છૂટ આપવામાં આવી
રિક્ષા ચાલકોની રજૂઆતના આધારે અને CNGના વધતા જતા ભાવના કારણે એક કિલોમીટર દીઠ 15 રૂપિયા ભાડું લેવામાં આવતું હતું જેમાં પાંચ રૂપિયાનો વધારો કરી 20 રૂપિયા સુધી ભાડું લેવાની છૂટ આપવામાં આવી છે. જો કે તેની સામે મીનીમમ ભાડું 50 રૂપિયા સુધી વધારવા માટે સરકારને રજૂઆત પણ કરી હતી પરંતુ અત્યારે મિનિમમ ભાડુ 20 રૂપિયા લેવામાં આવે છે તે વધારીને 25 રૂપિયા સુધી લેવાની છૂટ આપવામાં આવી છે. જેથી હવે ભાડામાં વધારો થતા મુસાફરોને નવા ભાવ સાથે ભાડું ચૂકવવું પડશે. જોકે નવા ભાડાને લઈને રીક્ષા ચાલકો સાથે મુસાફરો બબાલ કરતા પણ જોવા મળી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો