બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:29 PM, 24 June 2026
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના તારાતલા વિસ્તારમાં બુધવારે બપોરે એક મોટી દુર્ઘટના બની. નિર્માણાધીન ગોદામનો શેડ અચાનક પત્તાના ઘરની જેમ તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. કાટમાળ નીચે 50 થી 60 બાંધકામ કામદારો ફસાયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે વિવિધ એજન્સીઓની મદદથી યુદ્ધના ધોરણે મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે.
ADVERTISEMENT
#WATCH | West Bengal | An under construction godown shed collapsed in Taratala. More details awaited
— ANI (@ANI) June 24, 2026
(Visuals from the spot) pic.twitter.com/gi9gVd0KZN
ભારે ચીસાચીસ વચ્ચે બચાવ કામગીરી શરૂ
ADVERTISEMENT
પ્રત્યક્ષદર્શીઓના અનુસાર ગોડાઉનમાં અચાનક આખું માળખું ધરાશાયી થઈ ગયું હતું. અકસ્માત થતાં ઘટનાસ્થળે ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સૂચના મળતાની સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
#WATCH तारातला: पश्चिम बंगाल के मंत्री इंद्रनील खान ने कहा, "हमारी प्राथमिकता अंदर फंसे लोगों को बचाना है...सभी बचाव दल मौके पर मौजूद हैं...यह सब गैर-कानूनी है जो TMC के सत्ता में रहने के दौरान बनाया गया था..." https://t.co/6veQFKVCkH pic.twitter.com/Hv5Zgshajh
— ANI_HindiNews (@AHindinews) June 24, 2026
ADVERTISEMENT
કાટમાળ નીચેથી અત્યાર સુધીમાં 6 થી 7 શ્રમિકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. લોખંડના ભારે બીમને કાપવા માટે ગેસ કટર અને કાટમાળ હટાવવા માટે વિશાળ ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થિતિ પર નજર રાખવા માટે મુખ્ય મથક 'નવાન્ન' ખાતે તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / લગ્ન માટે ઉદયપુરનો મહેલ કર્યો હતો બુક, પ્રેમી સાથે મળી સિયાએ જ મંગેતરનું ઢીમ ઢાળી દીધું, CCTVથી થયો મોટો ખુલાસો
વરસાદના કારણે માળખું નબળું પડ્યું હોવાની આશંકા
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં રાજ્યના મંત્રી ઇન્દ્રનીલ ખાં અને ભાજપના નેતા રાકેશ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિકતા કાટમાળ નીચે ફસાયેલા લોકોના જીવ બચાવવાની છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંગળવારે થયેલા ભારે વરસાદના કારણે બાંધકામ હેઠળનું આ માળખું નબળું પડી ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.