બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:34 PM, 24 June 2026
1/5
તાજેતરમાં અમેરિકાની હાઉસ ઓવરસાઇટ કમિટીની તપાસ દરમિયાન બિલ ગેટ્સનું નિવેદન લેવામાં આવ્યું હતું. ગેટ્સે સ્વીકાર્યું કે તેમના કેટલાક એક્સ્ટ્રા મેરિટલ સંબંધો હતા, પરંતુ તેનો એપસ્ટીન સાથેના તેમના સંપર્કો સાથે કોઈ સંબંધ નહોતો. તેમણે એમ પણ કહ્યું કે એપસ્ટીન સાથે સંપર્કમાં રહેવું તેમની મોટી ભૂલ હતી. જોકે ગેટ્સે સ્પષ્ટ કર્યું કે તેઓ એપસ્ટીનના કોઈપણ ગુનાહિત કાર્યો વિશે જાણતા નહોતા.
2/5
તપાસ દરમિયાન બિલ ગેટ્સે સ્વીકાર્યું કે તેમના ત્રણ મહિલાઓ સાથે લગ્ન બહારના સંબંધો હતા. તેમાં રશિયન બ્રિજ ખેલાડી મિલા એન્ટોનોવા, ન્યૂક્લિયર વૈજ્ઞાનિક કરીમા નિગ્માતુલિના અને મેડિકલ ઉદ્યોગસાહસિક એલિસ જેકબ્સ નેસેલરોડનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ સંબંધો તેમની વ્યક્તિગત જિંદગીનો ભાગ હતા અને તેનો એપસ્ટીન સાથે કોઈ સીધો સંબંધ નહોતો. જોકે આ બાબત તેમના પરિવાર માટે દુઃખદાયક રહી હતી.
3/5
ગેટ્સના જણાવ્યા અનુસાર જેફરી એપસ્ટીનને તેમના અંગત સંબંધોની વિગતવાર જાણકારી હતી. એપસ્ટીને ઈમેઇલ અને અન્ય માધ્યમો દ્વારા આ માહિતીનો ઉલ્લેખ પણ કર્યો હતો. ગેટ્સે આરોપ લગાવ્યો કે એપસ્ટીન આ જાણકારીનો ઉપયોગ કરીને ફરીથી તેમની સાથે સંપર્ક જાળવવા માટે દબાણ બનાવવા માગતો હતો.
4/5
બિલ ગેટ્સે જણાવ્યું કે એપસ્ટીને તેમને ક્યારેય સીધું બ્લેકમેલ કર્યું નહોતું. પરંતુ કેટલાક ઈમેઇલ્સ અને સંદેશાઓ પરથી એવું લાગતું હતું કે તે આવું કરવા વિશે વિચારી રહ્યો હતો. ગેટ્સના કહેવા પ્રમાણે, એપસ્ટીન તેમની અંગત માહિતી અને કેટલીક ખોટી વાતોનો ઉપયોગ કરીને તેમના પર પ્રભાવ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો
5/5
બિલ ગેટ્સે ફરી એકવાર સ્વીકાર્યું કે જેફરી એપસ્ટીન સાથે મુલાકાતો અને સંબંધો રાખવાનો નિર્ણય ખોટો હતો. તેમણે તેને "નિર્ણયની ગંભીર ભૂલ" ગણાવી હતી. ગેટ્સે જણાવ્યું કે તેઓ એપસ્ટીનને મુખ્યત્વે પરોપકારી પ્રોજેક્ટ્સ અને ફંડ એકત્ર કરવાની ચર્ચા માટે મળતા હતા, પરંતુ પાછળથી સમજાયું કે આ સંબંધ જાળવવો યોગ્ય નહોતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ