બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતના નકલી પ્લાઝમા રેકેટમાં મહારાષ્ટ્રની બ્લડ બેંકની સંડોવણી, ચોરીના પ્લાઝમા મોહન ગાયકવાડ આપતો
Last Updated: 08:02 PM, 24 June 2026
અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા નકલી અને ચોરી કરાયેલા બ્લડ પ્લાઝમાના રેકેટ મામલે તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે. આ કેસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ફેલાયેલા ગેરકાયદે નેટવર્કના તાર મળતા પોલીસ હવે બંને રાજ્યોમાં સંયુક્ત તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
બ્લડ પ્લાઝમા મહારાષ્ટ્રમાં વેચવામાં આવતું હોવાનો ખુલાસો
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતમાંથી ચોરી કરાયેલ બ્લડ પ્લાઝમા મહારાષ્ટ્રમાં વેચવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડમાં મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં આવેલી ગજાનંદ બ્લડ બેંક અને વાશીમ બ્લડ બેંકની સંડોવણી બહાર આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મોહન ગાયકવાડ દ્વારા આ બંને બ્લડ બેંકોમાં ચોરીનું પ્લાઝમા સપ્લાય કરવામાં આવતું હતું.
ADVERTISEMENT
પોલીસે તેમજ આરોગ્ય વિભાગે સાથે મળી તપાસ કરી
અમદાવાદ ગ્રામ્ય પોલીસ આરોગ્ય વિભાગ સાથે મળીને સંયુક્ત તપાસ ચલાવી રહી છે. તપાસનો મુખ્ય કેન્દ્રબિંદુ એ છે કે આરોપી દિનેશ ચૌધરીએ ગુજરાતની કોઈ હોસ્પિટલ અથવા બ્લડ બેંકમાં પણ ગેરકાયદેસર રીતે પ્લાઝમાનું વેચાણ કર્યું હતું કે નહીં.
ADVERTISEMENT
પોલીસ આરોપીને લઈ મુંબઈ તપાસમાં જશે
પોલીસ હાલમાં એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોઈ ફાર્મા કંપની અથવા વ્યક્તિઓની સંડોવણી હતી કે કેમ. તપાસને વધુ ગહન બનાવવા માટે પોલીસ આરોપીને સાથે રાખીને મુંબઈ જવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
આરોપી ઈન્ટાસ ફાર્મા કંપનીમાં કામ કરતો હતો
ADVERTISEMENT
તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ ઇન્ટાસ ફાર્મા કંપનીમાં બ્લડ પ્લાઝમા એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત હતો. નોકરી છોડ્યા બાદ તેણે મોહન ગાયકવાડ સાથે મળીને નકલી પ્લાઝમા રેકેટ શરૂ કર્યું હોવાનું પોલીસનું માનવું છે.
કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે દિનેશ ચૌધરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી કોર્ટ દ્વારા તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે અને સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસશે.
આ પણ વાંચોઃ 'સવારથી સાંજ સુધી દારૂ પીવાય છે', શાળા પ્રવેશોત્સવના મંચ પરથી અધિકારીનો ઘટસ્ફોટ
આ કેસે બ્લડ પ્લાઝમા સંગ્રહ, પરિવહન અને વેચાણની વ્યવસ્થાની સુરક્ષા અને પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતી તપાસમાં આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.