બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'

નેશનલ / LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'

Pravin Joshi

Last Updated: 09:00 PM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ સેક્ટર પર લાદવામાં આવેલા નોન-ડોમેસ્ટિક પેક્ડ એલપીજી સપ્લાયના પ્રતિબંધોને લગભગ સંપૂર્ણપણે હટાવી દીધા છે.

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા વ્યાપારી અને ઔદ્યોગિક ગ્રાહકો માટે એક અત્યંત રાહત આપનારા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ભૌગોલિક-રાજકીય કટોકટી અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં આવેલા અવરોધોને કારણે અગાઉ લાદવામાં આવેલા નોન-ડોમેસ્ટિક પેક્ડ એલપીજી સપ્લાયના પ્રતિબંધોને સરકારે રાતોરાત હટાવી દીધા છે. સરકારની આ જાહેરાત બાદ હવે દેશભરની હોટેલો, રેસ્ટોરન્ટ્સ, નાના ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અન્ય વ્યાપારી એકમોને કટોકટી પૂર્વેના સ્તરે ભરપૂર ગેસ સિલિન્ડર મળવાનું શરૂ થઈ જશે.

lpg-simple

શા માટે લગાવવામાં આવ્યા હતા પ્રતિબંધો?

વાસ્તવમાં, પશ્ચિમ એશિયામાં તણાવ વધવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની આયાત પ્રભાવિત થઈ હતી. તે સમયે ભારત સરકારે દેશના સામાન્ય નાગરિકો અને ઘરગથ્થુ ગ્રાહકો માટે રસોઈ ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. આ હેતુસર, સરકારે આવશ્યક વસ્તુ ધારા હેઠળ વિશેષ આદેશ જારી કરીને કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ એલપીજી સપ્લાય પર અસ્થાયી પ્રતિબંધો લગાવ્યા હતા. તે સમયે પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં વપરાતા C3 અને C4 હાઇડ્રોકાર્બન સ્ટ્રીમ્સને ડાયવર્ટ કરીને ઘરગથ્થુ એલપીજીના ઉત્પાદનમાં વાપરવાનો નિર્ણય લેવાયો હતો, જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.

LPG PNG  (5)

સ્થિતિ સુધરતા સરકારે લીધો મોટો નિર્ણય

હવે વૈશ્વિક અને સ્થાનિક પરિસ્થિતિઓમાં સુધારો આવ્યા બાદ સરકારે આ પ્રતિબંધો ક્રમશઃ હટાવવાની શરૂઆત કરી દીધી છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં એલપીજીનું સ્થાનિક ઉત્પાદન નોંધપાત્ર રીતે સુધર્યું છે અને આયાતી એલપીજી કાર્ગોની (Imported LPG Cargo) ઉપલબ્ધતામાં પણ મોટો વધારો થયો છે.

આ સકારાત્મક બદલાવને ધ્યાનમાં રાખીને સરકારે નીચે મુજબના મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં નોન-ડોમેસ્ટિક પેક્ડ એલપીજીનો સપ્લાય 100% એટલે કે સંપૂર્ણપણે સામાન્ય કરી દેવાયો છે. બલ્ક એલપીજીનો સપ્લાય, જે કટોકટી દરમિયાન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો, તેને હવે કટોકટી પૂર્વેના વપરાશના 50% સુધી બહાલ કરવામાં આવ્યો છે. C3 અને C4 હાઇડ્રોકાર્બન સ્ટ્રીમ્સ હવે ફરીથી પેટ્રોકેમિકલ અને અન્ય મહત્વપૂર્ણ ઉદ્યોગોને ફાળવવામાં આવશે.

જો કે, સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે આ નવી વ્યવસ્થાથી ઘરગથ્થુ એલપીજીની ઉપલબ્ધતા પર કોઈ નકારાત્મક અસર નહીં પડવા દેવાય અને દેશમાં દરરોજ ઓછામાં ઓછું 40,000 Metric Tons એલપીજી ઉત્પાદન સતત ચાલુ રહેશે. આ માટે સેન્ટર ફોર હાઈ ટેકનોલોજીને ઉદ્યોગો માટે નવી ફાળવણી વ્યવસ્થા તૈયાર કરવાનો નિર્દેશ અપાયો છે.

વધુ વાંચો : કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉન ધરાશાયી, 5થી વધુ લોકોનાં મોત, 60 મજૂરો દટાયા

PNG ના વિસ્તરણ પર સરકારનો વિશેષ ભાર

આ રાહતની સાથે જ સરકાર દેશમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) નેટવર્કના વિસ્તરણ પર પણ સતત ભાર આપી રહી છે. જે વ્યાપારી અને ઔદ્યોગિક ગ્રાહકો પાસે ઓલરેડી પીએનજી કનેક્શન ઉપલબ્ધ છે, તેઓએ તેનો ઉપયોગ ચાલુ રાખવો પડશે. આ સિવાય, જે વિસ્તારોમાં નવું પીએનજી નેટવર્ક પહોંચી રહ્યું છે, ત્યાંના એલપીજી વપરાશકર્તાઓને ધીમે-ધીમે પીએનજી તરફ શિફ્ટ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે એલપીજીની સરખામણીએ પીએનજી વધુ સુરક્ષિત, સ્વચ્છ અને લાંબાગાળાનો આર્થિક ઉકેલ પૂરો પાડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CommercialLPG BulkLPG LPGSupplyUpdate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ