બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / નિર્જલા એકાદશી ગજ લક્ષ્મી-લક્ષ્મી નારાયણ રાજયોગ, 5 રાશિઓને લાભ
6 ફોટો ગેલેરી
Last Updated: 03:07 PM, 25 June 2026
1/6
25 જૂન 2026 ના રોજ નિર્જલા એકાદશીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષની એકાદશી ખૂબ દુર્લભ છે. કેમ કે આજની ખાસ ગ્રહોની સ્થિતિ અનેક શુભ યોગોનું મોટું સંયોજન બનાવી રહી છે. જ્યોતિષીઓના મતે આજની પૂજા અને ઉપાયો સીધા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવી શકે છે.
2/6
3/6
આજની સ્થિતિ અમુક રાશિઓ માટે સંપત્તિના દરવાજા ખોલશે. જેમાં લક્ષ્મી-નારાયણ રાજયોગ બુધ અને શુક્ર કર્ક રાશિમાં યુતિ ધરાવે છે, જેના કારણે લક્ષ્મી-નારાયણ રાજયોગ સર્જાય છે. આ યોગ કરીએ પ્રગતિ અને નાણાકીય સમૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. તો કર્ક રાશિમાં ચંદ્ર સાથે શુક્ર અને ગુરુનો પ્રભાવ ગજ લક્ષ્મી રાજયોગનું સર્જન કરી રહ્યો છે. શાસ્ત્રોમા આ રાજયોગને સુખ-સુવિધાઓ અને સૌભાગ્ય વધારવા માટે માનવામાં આવે છે.
4/6
મેષ માટે નાણાકીય ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ મેળવનાર સમય હશે. અટકેલા પૈસા પાછા મળશે. કર્ક રાશિમાં રાજયોગ બની રહ્યો છે જે માન-સન્માન અને સુખ-સુવિધાઓમાં વધારો કરશે. તુલા માટે કારકિર્દીમાં મોટો ફેરફાર શક્ય છે. વેપારીઓ માટે આ દિવસ નફાકારક છે. ધન રાશિ માટે નસીબ તમારા પક્ષમાં રહેશે. લાંબા સમયથી અટકેલા કામમાં આજે ગતિ આવશે. તો મકર માટે આત્મવિશ્વાસ વધશે અને રોકાણમાંથી નફો થશે.
5/6
આ શુભ યોગોનો લાભ લેવા માટે નિર્જલા એકાદશી પર પાણી ભરેલું વાસણ, શરબત અથવા મીઠા પાણીનું દાન કરો. આ સુખ અને સમૃદ્ધિ લાવે છે. ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અને લક્ષ્મી માતાને કમળના ફૂલો અર્પણ કરો. આ સિવાય ॐ नमो भगवते वासुदेवाय મંત્રનો સતત જાપ કરો તેનાથી મનમાં શાંતિ અને ઘરમાં સકારાત્મકતા આવશે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ