બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 4 દિવસ ભયંકર તોફાન-વરસાદની ચેતવણી, 17 રાજ્યોમાં યલો એલર્ટ, IMDનું અપડેટ

photo-story

6 ફોટો ગેલેરી

આગાહી / 4 દિવસ ભયંકર તોફાન-વરસાદની ચેતવણી, 17 રાજ્યોમાં યલો એલર્ટ, IMDનું અપડેટ

Last Updated: 03:45 PM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશભરમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં 22 રાજ્યોને આવરી ચૂક્યું છે. મુંબઈ અને પાલઘર સહિત મહારાષ્ટ્રના 7 શહેરોમાં ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.

1/6

photoStories-logo

1. 4 દિવસ ભયંકર તોફાન-વરસાદની ચેતવણી, 17 રાજ્યોમાં યલો એલર્ટ, IMDનું અપડેટ

દેશભરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ તીવ્ર બની છે. હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ, ચોમાસું અત્યાર સુધીમાં દેશના 22 રાજ્યોને આવરી ચૂક્યું છે. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે, જ્યારે મહારાષ્ટ્રના મુંબઈ અને પાલઘરમાં ભયંકર વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે આજે પણ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપતા લોકોને એલર્ટ કર્યા છે. આ સિવાય દેશના 6 રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હરિયાણા અને દિલ્હીમાં પ્રી-મોન્સૂ વરસાદ વરસી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 17 રાજ્યોમાં ઓરેન્જ અને યેલો એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3-4 દિવસ સુધી ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ભારતના આશરે 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, મહારાષ્ટ્ર (મુંબઈ અને કોંકણ), મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, મેઘાલય, કેરળ, કર્ણાટક અને ગોવામાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન 80 to 85 km/h ની તોફાની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂર્વ ભારતમાં આકાશી વીજળી પડવાનું જોખમ હોવાથી પ્રવાસીઓને સતર્ક રહેવા અપીલ કરાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મહારાષ્ટ્રના 7 શહેરો પાણી-પાણી, રેડ એલર્ટ જાહેર

આજે મહારાષ્ટ્રના 7 શહેરો – મુંબઈ, પાલઘર, નાગપુર, ચંદ્રપુર, ગઢચિરોલી, અકોલા અને વર્ધા માટે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 80 km/h ની સ્પીડે પવન ફૂંકાશે. મુંબઈ અને પાલઘરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જવાની પૂરેપૂરી આશંકા છે. હવામાન વિભાગે સ્થાનિક નાગરિકોને દરિયા કિનારે ન જવાની અને બિનજરૂરી બહાર ન નીકળવાની કડક સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દિલ્હી-NCR માં 48 કલાકમાં મોટી રાહત

રાજધાની દિલ્હીમાં આજે મોસમનો મિજાજ બદલાશે. આગામી 48 કલાકમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તેજ ઠંડા પવનો અને ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં 50 to 60 km/h ની ઝડપે વાવાઝોડું આવવાની ચેતવણી છે. અહીં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાનો અંદાજ છે. જો કે, દિવસ દરમિયાન દિલ્હીમાં અસહ્ય ઉમસ અને ગરમી રહે છે, પરંતુ સવાર-સાંજ થતા વરસાદથી લોકોને રાહત મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 5 રાજ્યોમાં અસહ્ય ગરમી અને 'સુપર એલ નીનો' નો ખતરો

એક તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને બિહારના કેટલાક શહેરો હજુ પણ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના બાંદામાં 44.2°C નોંધાયું હતું. હાલમાં એમપી, યુપી અને મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતી રીઝનમાં હીટવેવનું એલર્ટ છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8 June સુધી લૂ ચાલુ રહેવાની સંભાવના દર્શાવાઈ હતી. હવામાન શાસ્ત્રીઓના મતે, પ્રશાંત મહાસાગરમાં સક્રિય ‘સુપર એલ નીનો’ની અસરને કારણે દરિયાનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થશે, જેના લીધે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસાની અસર નબળી પડી શકે છે અને ભયંકર ગરમી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન?

આવતીકાલે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, કોંકણ, ગોવા, તેલંગાણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મરાઠાવાડા, ઝારખંડ અને ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી છે. પરમદિવસે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કોંકણ, ગોવા, તેલંગાણા અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર દરિયાઈ પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. આંધ્ર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdateToday Monsoon2026 MumbaiRainRedAlert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ