બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / AMCની સામાન્ય સભામાં કોંગ્રેસનો હોબાળો, સભ્યોએ કર્યું વોકઆઉટ, શું હતી મુખ્ય માગ
Last Updated: 04:31 PM, 25 June 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આજે મળી હતી, આ સભામાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી. તમામ કમિટીમાં માત્ર ભાજપના સભ્યોને જ સામેલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સભ્યોનાં નામ કમિટીમાં ન હોવાથી કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
ADVERTISEMENT
અમદાવાદ મહાનગરપાલિકાની તમામ 17 કમિટીઓમાંથી કોંગ્રેસના સભ્યોને બાકાત રખાતામાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો, મહાનગરપાલિકામાં "ભાજપ તુને ક્યા કિયા, લોકશાહી કા ખૂન કિયા" નારા લગાવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસના તમામ સભ્યોએ મહાનગરપાલિકાની સામાન્ય સભામાંથી વૉકઆઉટ કર્યું હતું.
કોંગ્રેસના સભ્યોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, અમદાવાદ શહેરની જનતા સાથે આજે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. અમદાવાદ શહેરની જનતાના પ્રાણ પ્રશ્નો હોય તેને હંમેશા શાસક પક્ષ ઘોળીને પી જતું હોય, જનતા ત્રસ્ત થતી હોય, નાગરિકો હેરાન થતા હોય, જ્યારે સમગ્ર અમદાવાદમાં કોઈપણ પ્રકારનો સામનો કરવાનો હોય ત્યારે તેનું મતજબૂત કામ વિપક્ષ તરીકે કરવામાં આવે છે અને અમદાવાદની અંદર મહત્વની સત્તરે સત્તર કમિટીની અંદર એ લોકોએ જ્યારે પણ એમના નામ ડિક્લેર કર્યા ત્યારે તેમણે કોંગ્રેસના નામ કાઢવામાં આવ્યાં અને વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ખૂબ જ નિદનીય બાબત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ માત્ર કોંગ્રેસ પાર્ટીના સભ્યોને નહિં, વિપક્ષના સભ્યો સાથે નહિ પરંતુ અમદાવાદની જનતા સાથે દ્રોહ કર્યો છે તે સ્પષ્ટ બાબત છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- કેન્દ્ર સરકારે ગુજરાતના 17 અધિકારીઓને IAS કેડરમાં નિયુક્તીને આપી મંજૂરી, હવે પોસ્ટિંગ
જેના વળતા જવાબમાં ભાજપના જશૂ ઠાકરે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, અત્યારે જે બાબતે કોંગ્રેસ રડી રહી છે તેની શરૂઆત કોંગ્રેસ પાર્ટીએ જ કરી હતી, એ લોકો જ્યારે સત્તામાં હતા ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટીના એકપણ સભ્યને નિમ્યો નહોતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે AMCમાં પણ એજ પ્રકારનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસનું કામ ફક્ત વિરોધ કરવાનું છે. વિકાસની કોઈ વાત કરતા નથી. હમણાં મહાનગરપાલિકાની જે ચૂંટણી થઇ તેમાં અમદાવાદની જનતાએ મતદાન કરી તેમના વિરોધનો જવાબ આપી દીધો હતો.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની જવાબદારી જૈનિક વકીલને આપવામાં આવી છે જ્યારે વોટર કમિટીના ચેરમેન તરીકે ધરમશી દેસાઈની પસંદગી કરવામાં આવી છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીની જવાબદારી દિપક પંચાલને સોંપાઈ છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે ભાગ્યેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ADVERTISEMENT
રેવન્યુ કમિટીના ચેરમેન તરીકે મુકેશ પટેલ, લીગલ કમિટીના ચેરમેન તરીકે વિપુલ પટેલ, મહિલા અને બાળ વિકાસ કમિટીમાં ડિમ્પલ વરિંદાય, હોસ્પિટલ કમિટીમાં ડૉ. ચાંદની પટેલ, રિક્રીએશન કમિટીમાં જીતુભાઈ ખર્ચરીયા અને AMTS કમિટીમાં પરાગ નાયકને જવાબદારી સોંપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.