બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી, APK ફાઇલના નામે કરોડોની ઠગાઈ કરનાર જામતારા ગેંગનો પર્દાફાશ
Last Updated: 02:45 PM, 25 June 2026
હાલના સમય પર અનેક એવી ગેંગ છે જે છેતરપિંડી કરી છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે APK ફાઇલના નામે લોકોને છેતરતી એક જામતારા ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સાયબર ક્રાઇમે APK ફાઇલ ડેવલોપર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પુર્નાનંદ ઉર્ફે મુકેશ તિવારી, વિકાસ દાસ અને સીતારામ મંડલનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓ અલગ-અલગ ભૂમિકા ભજવીને દેશભરમાં લોકોને ઓનલાઈન ઠગાઈનો શિકાર બનાવતા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
સાયબર ક્રાઇમની તપાસ મુજબ આરોપી પુર્નાનંદ ઉર્ફે મુકેશ તિવારી APK ફાઇલનો ડેવલોપર હતો. તે વિવિધ પ્રકારની APK ફાઇલો તૈયાર કરીને દર મહિને 12 હજારથી 14 હજાર રૂપિયામાં વેચતો હતો. આરોપી પુર્નાનંદ તિવારી ટેલિગ્રામ પર એક બોટ લિંક બનાવીને વિકાસ દાસને મોકલતો હતો. આ બોટમાં 18થી વધુ APK ફાઇલની લિંકો રાખવામાં આવતી હતી, જેથી ઠગાઈનું સમગ્ર નેટવર્ક સંચાલિત થતું હતું.
ADVERTISEMENT
તપાસમાં સામે આવ્યું છે કે વિકાસ દાસે આ APK ફાઇલ આશરે 400 લોકોને સપ્લાય કરી હતી. APK ફાઇલ ખરીદનાર વ્યક્તિઓ ચેટ બોટમાં APKનો નંબર દાખલ કરીને YONO Cash મારફતે પેમેન્ટ કરતા હતા. ત્યારબાદ ખરીદનાર પાસેથી YONO પિન અને OTP મેળવવામાં આવતા હતા. આ માહિતીના આધારે આરોપી વિકાસ દાસ SBIના ATMમાં YONO Cash સુવિધાનો ઉપયોગ કરીને નાણાં ઉપાડી લેતો હતો.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ વિકાસ દાસ ઉપાડેલી રકમમાંથી પોતાનું કમિશન કાઢીને બાકીની રકમ પુર્નાનંદ તિવારીને મુંબઈ મોકલતો હતો. બીજી તરફ આરોપી સીતારામ મંડલ APK ફાઇલ ખરીદનાર લોકોને મોકલતો હતો તેમજ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો પણ પૂરી પાડતો હતો. APK ફાઇલ ખરીદનાર આરોપીઓ છેતરપીંડીથી મેળવેલા નાણાં ક્રેડિટ કાર્ડમાં જમા કરાવતા હતા.
ADVERTISEMENT
આ નાણાંનો ઉપયોગ કરીને આરોપીઓ લાઈટ બિલ ભરતા, મોબાઈલ રિચાર્જ કરતા તેમજ વિવિધ કિંમતી વસ્તુઓની ખરીદી કરતા હતા. તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ RTO ચલણ, ગેસ બિલ અપડેટ, બેન્ક KYC, ક્રેડિટ કાર્ડ અરજી અને કસ્ટમર સપોર્ટના બહાને લોકોને APK ફાઇલ મોકલતા હતા. લોકો અજાણતા આ ફાઇલ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરતા અને ત્યારબાદ તેમની વ્યક્તિગત તેમજ બેન્કિંગ માહિતી આરોપીઓના હાથમાં પહોંચી જતી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ એક મોટા ઓનલાઈન ઠગાઈ રેકેટનો પર્દાફાશ થયો છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.