બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 12:02 PM, 25 June 2026
1/7
જો પરિવારમાં કોઈ બાળક સ્પષ્ટ રીતે બોલી શકતું ન હોય અને તોતડુ બોલી રહ્યું છે તો માતાપિતા ચિંતા કરે છે. લોકો આવા બાળકો માટે ઘણીવાર વિવિધ ઉકેલો કરે છે. શાસ્ત્રોમાં આવા બાળકો માટે એક ખાસ ઉપાય જણાવ્યા છે. જેમાં બાળકોને શંખમાં સંગ્રહિત પાણી આપવાથી તેમની વાણી સુધરે છે અને ધીમે ધીમે તેમની બોલવાની ક્ષમતામાં સુધારો થાય છે.
2/7
ધાર્મિક માન્યતા મુજબ શંખ સમુદ્ર મંથન સાથે જોડાયેલ છે. શંખ સમુદ્ર મંથનમાંથી નીકળ્યો હતો. આથી શંખને લક્ષ્મી માતાનો ભાઈ પણ કહેવામાં આવે છે. શંખમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો બાળકનો અવાજ અસ્પષ્ટ હોય તો તે તોતડુ બોલી રહ્યું છે કે ઓછું બોલે છે તો તેને શંખમાં સંગ્રહિત પાણી આપવાથી ફાયદાકારક થઈ શકે છે.
3/7
ધાર્મિક માન્યતા મુજબ એના માટે શંખને સીધો રાખવો જોઈએ અને તેના છિદ્રને સ્વચ્છ પાણીથી ભરવું . પાણીને લગભગ 12 કલાક સુધી શંખની અંદર રહેવા દેવું અને પછી ઢાંકી દેવું જોઈએ. બાદમાં પાણીને એક ગ્લાસમાં રેડીને સવારે બાળકને આપવું જોઈએ. દરરોજ આ કરવાથી તોતડાપણું ઓછુ થવા લાગે છે અને બાળકનો અવાજ પહેલા કરતા વધુ સ્પષ્ટ થાય છે.
4/7
શંખ માત્ર સ્વાસ્થ્ય સંબંધિત માન્યતાઓ માટે જ નહીં પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ મહત્વનો માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજામાં શંખનું વિશેષ સ્થાન છે. આરતી દરમિયાન શંખ ફૂંકવાથી પર્યાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા આવે છે. દક્ષિણાવર્તી શંખને ખાસ શુભ માનવામાં આવે છે અને તેના દ્વારા ભગવાન શાલિગ્રામની પૂજા કરવાનો વિધિવત ઉલ્લેખ છે.
5/7
6/7
શંખનો ઉપયોગ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજામાં થવો જોઈએ પરંતુ ભગવાન શિવની પૂજા અને આરતી દરમિયાન ન વગાડવો જોઈએ. શંખાસુર નામના રાક્ષસ સાથે જોડાયેલ માન્યતાઓને કારણે શિવ પૂજા દરમિયાન શંખ વગાડવાની મનાઈ છે. આથી જ સનાતન પરંપરામાં શિવ પૂજા અને વિષ્ણુ પૂજા દરમિયાન શંખના ઉપયોગ અંગે અલગ અલગ નિયમો છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
વાસ્તુ શાસ્ત્ર / તમે પણ આ દિશામાં રાખો છો શૂ રેક? ઘરમાં આવશે આર્થિક કંગાળી
ટોપ સ્ટોરીઝ