ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / અથાણું લાવવાનું ભૂલી જતા સાથી છાત્રાએ કર્યો હુમલો
Last Updated: 11:04 AM, 25 June 2026
ADVERTISEMENT
તાપીના વાલોડમાં આશ્રમ શાળામાં અભ્યાસ કરતી સગીરા પર હુમલો કરાતા ચકચાર મચી છે. સગીરાની સાથે ભણતી વિદ્યાર્થિનીએ છરીથી હુમલો કર્યો છે.
ADVERTISEMENT
જમવા સમયે અથાણું લાવવાનું ભૂલી જતા વિદ્યાર્થિનીએ કર્યો હુમલો છે. છરીથી થયેલા જીવલેણ હુમલામાં સગીરા ઇજાગ્રસ્ત થઇ હતી. ઇજાગ્રસ્ત સગીરાને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વાલોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી આગળ વધારી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાલોડ તાલુકાની એક આશ્રમ શાળામાં બનાવ બન્યો છે. જેમાં આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતી સગીરા પર હુમલો કરવામાં આવ્યો છે. સાથે રહી અભ્યાસ કરતી સગીરાએ હુમલો કર્યો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાત / સુરતમાં લાઈવ શોના નામે 1.43 કરોડનું કૌભાંડ, અરિજિત સિંહ, નોરા ફતેહી અને કપિલ શર્માના શોની લાલચ આપી કરોડોની છેતરપિંડી
ADVERTISEMENT
જમવા દરમ્યાન અથાણું લેવા કહ્યું પરંતુ ઈજાગ્રસ્ત વિધાર્થીની અથાણું ભૂલી ગઈ હતી. અથાણું ભૂલી જતા હુમલો કરનાર વિદ્યાર્થીનીએ ઉશ્કેરાઈ જઈ સાથી છાત્રાને ચપ્પુના ઘા માર્યા હતા. સમગ્ર મામલે વાલોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઈજાગ્રસ્ત વિધાર્થીનીને સુરત સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ