ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં લાઈવ શોના નામે 1.43 કરોડનું કૌભાંડ, અરિજિત સિંહ, નોરા ફતેહી અને કપિલ શર્માના શોની લાલચ આપી કરોડોની છેતરપિંડી

ગુજરાત / સુરતમાં લાઈવ શોના નામે 1.43 કરોડનું કૌભાંડ, અરિજિત સિંહ, નોરા ફતેહી અને કપિલ શર્માના શોની લાલચ આપી કરોડોની છેતરપિંડી

Published By: Nidhi Panchal

Last Updated: 09:30 AM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના મોટા વરાછા વિસ્તારમાં લાઈવ શોના આયોજનના નામે કરોડોની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બોલીવુડ સેલિબ્રિટીઓના શો કરાવવાની લાલચ આપીને એક કંપની પાસેથી 1.43 કરોડ રૂપિયા પડાવ્યાનો આરોપ નોંધાયો છે.

ADVERTISEMENT

સુરતના મોટા વરાછા વિસ્તારમાં લાઈવ શોના આયોજનના નામે 1.43 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે શુભારંભ એન્ટરટેઇનમેન્ટ નામની કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ મુંબઈના અનિંદા નેતાઈ સીલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તાએ પોતાને બોલીવુડમાં મોટો પ્રભાવ ધરાવતા વ્યક્તિઓ તરીકે ઓળખાવી કંપનીનો વિશ્વાસ જીત્યો હતો.

surat

અનેક જાણીતા સેલિબ્રિટીઓ સાથે નજીકના સંબંધો

આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમના બોલીવુડના અનેક જાણીતા સેલિબ્રિટીઓ સાથે નજીકના સંબંધો છે અને તેઓ મોટા કલાકારોના લાઈવ શો સરળતાથી આયોજિત કરાવી શકે છે. શરૂઆતમાં તેમણે જાણીતા ગાયક અરિજિત સિંહનો લાઈવ શો કરાવવાની ઓફર આપી હતી. આ માટે ટોકન રકમ તરીકે 11 લાખ રૂપિયા પણ લેવામાં આવ્યા હતા. જોકે બાદમાં વિવિધ કારણો દર્શાવી આ શો રદ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.

કપિલ શર્માના શો કરાવવાની પણ લાલચ આપી હતી

ફરિયાદ અનુસાર આરોપીઓએ માત્ર અરિજિત સિંહ જ નહીં પરંતુ અભિનેત્રી નોરા ફતેહી અને જાણીતા કોમેડિયન કપિલ શર્માના શો કરાવવાની પણ લાલચ આપી હતી. મોટા કલાકારોના કાર્યક્રમો યોજાશે તેવી ખાતરી આપીને ફરિયાદી પાસેથી તબક્કાવાર કુલ 1.43 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા. સેલિબ્રિટી શોના આકર્ષણ અને મોટા નફાની આશામાં ફરિયાદીએ આરોપીઓ પર વિશ્વાસ મૂક્યો હતો.

surat-chetterpendi

ફરિયાદીને સમગ્ર વ્યવહાર અંગે શંકા

સમય પસાર થવા છતાં એક પણ શો યોજાયો નહોતો. જેના કારણે ફરિયાદીને સમગ્ર વ્યવહાર અંગે શંકા જવા લાગી હતી. ત્યારબાદ ફરિયાદીએ પોતાની રકમ પરત માંગતા આરોપીઓએ વિશ્વાસ કેળવવા માટે સિક્યોરિટી તરીકે અનેક ચેક આપ્યા હતા. શરૂઆતમાં એવું લાગતું હતું કે પૈસા પરત મળી જશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી હતી.

ચેકમાંથી માત્ર 1.15 લાખ રૂપિયા જ પરત મળ્યા

ફરિયાદ મુજબ આપવામાં આવેલા ચેકમાંથી માત્ર 1.15 લાખ રૂપિયા જ પરત મળ્યા હતા. બાકીના આશરે 1.41 કરોડ રૂપિયાના ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા બાઉન્સ થઈ ગયા હતા. ચેક બાઉન્સ થતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને ફરિયાદીને પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર મોટી બેદરકારી ! બે વિમાન સામસામે આવતા ટળી દુર્ઘટના

આ ઘટનાને લઈને અભિષેક બોરડોએ સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓ દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો તેમજ અન્ય સંભવિત ભોગ બનનાર લોકો અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલ આ કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arijit Singh Show Live Show Scam Surat Fraud Case

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ