ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટ પર મોટી બેદરકારી ! બે વિમાન સામસામે આવતા ટળી દુર્ઘટના

ગુજરાત / અમદાવાદ એરપોર્ટ પર મોટી બેદરકારી ! બે વિમાન સામસામે આવતા ટળી દુર્ઘટના

Published By: Nidhi Panchal

Last Updated: 08:30 AM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે એર ઇન્ડિયા અને ઇન્ડિગોના બે વિમાન એક જ ટેક્સીવે પર સામસામે આવી ગયા હતા. ATCની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી સમયસર બંને વિમાનોને રોકી લેવામાં આવ્યા અને સંભવિત અકસ્માત ટાળી શકાયો

ADVERTISEMENT

અમદાવાદ એરપોર્ટ પર એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં બે મુસાફર વિમાનો એક જ ટેક્સીવે પર સામસામે આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાન સામેલ હતા. સદનસીબે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની સતર્કતા અને સમયસર લેવામાં આવેલા નિર્ણયને કારણે બંને વિમાનોને તરત જ રોકી દેવામાં આવ્યા હતા, જેના કારણે સંભવિત મોટો અકસ્માત ટાળી શકાયો હતો.

airport-help-desk

વિમાન એક જ ટેક્સીવે પર એકબીજા સામે

મળતી માહિતી અનુસાર ઘટના દરમિયાન એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાન એક જ ટેક્સીવે પર એકબીજા સામે આવી ગયા હતા. બંને વિમાનો વચ્ચે અંદાજે 200 મીટર જેટલું અંતર જ બાકી રહ્યું હતું. આવી સ્થિતિમાં જો સમયસર કાર્યવાહી ન કરવામાં આવી હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. જોકે ATC દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી અને જોખમની સ્થિતિ સર્જાતાં જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ટેક્સીંગ દરમિયાન ભૂલથી ખોટી દિશામાં વળાંક

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એર ઇન્ડિયાના વિમાને ટેક્સીંગ દરમિયાન ભૂલથી ખોટી દિશામાં વળાંક લીધો હતો. જેના કારણે તે વિમાન એવા માર્ગ પર પહોંચી ગયું જ્યાં સામેની દિશામાં ઇન્ડિગોનું વિમાન આગળ વધી રહ્યું હતું. બંને વિમાનો એકબીજાની નજીક આવી જતા એરપોર્ટ ઓપરેશન વિભાગ અને ATC તંત્ર તાત્કાલિક સક્રિય બન્યા હતા.

તરત જ બંને પાયલોટ્સ સાથે સંપર્ક

ATC દ્વારા તરત જ બંને પાયલોટ્સ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો અને સુરક્ષા પ્રોટોકોલ મુજબ બંને વિમાનોને રોકવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. પાયલોટ્સે પણ સૂચનાઓનું પાલન કરીને વિમાનોને સુરક્ષિત રીતે રોકી દીધા હતા. જેના કારણે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા જાળવી શકાયી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ સામે આવ્યા નથી.

આ પણ વાંચો : ગુજરાતના યાત્રાધામોનો થશે સર્વાંગી વિકાસ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂ.3.28 કરોડના વિકાસકામોને આપી મંજૂરી

એરપોર્ટ સત્તાવાળાઓએ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો

ઘટના બાદ એરપોર્ટ સત્તાવાળાઓએ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. ટેક્સીવે પર આવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ અને તેમાં કઈ પ્રકારની ભૂલ થઈ તે જાણવા માટે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. એર ઇન્ડિયાના વિમાન દ્વારા ખોટી દિશામાં લેવામાં આવેલા વળાંક અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સંબંધિત અધિકારીઓ ફ્લાઇટ રેકોર્ડ, ATC કમ્યુનિકેશન અને અન્ય ટેકનિકલ વિગતોની સમીક્ષા કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Airport IndiGo Flight Air India

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ