બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / સિલિન્ડરમાં 14.2 kg ગેસ છે કે નહીં? જાણો ચેક કરવાની સરળ રીત
Last Updated: 03:29 PM, 23 June 2026
તાજેતરમાં LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ ઘરેલું બજેટ પર વધારાનો બોજ પડ્યો છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને મળતું સિલિન્ડર સંપૂર્ણ ભરેલું છે કે નહીં તે જાણવું જરૂરી બની જાય છે. ઘણી વખત લોકો ડિલિવરી લેતી વખતે કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન આપતા નથી, જેના કારણે તેમને નુકસાન ભોગવવું પડી શકે છે. જોકે થોડા સરળ ઉપાયોથી તમે સિલિન્ડરમાં ગેસ ઓછી છે કે નહીં તેની ખાતરી કરી શકો છો.
ADVERTISEMENT
સિલિન્ડર ઘરે પહોંચે ત્યારે માત્ર તેનું વજન જ નહીં, પરંતુ તેની સીલ અને સેફ્ટી વાલ્વ પણ તપાસવા જોઈએ. જો સીલ તૂટેલી હોય અથવા યોગ્ય રીતે લગાવેલી ન હોય તો તેવો સિલિન્ડર સ્વીકારવો નહીં. આવી સ્થિતિમાં તરત જ ડિલિવરી બોયને જાણ કરવી અને એજન્સીનો સંપર્ક કરવો જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો સિલિન્ડરની સીલમાં કોઈ ખામી જોવા મળે તો તેનો ફોટો અથવા વીડિયો બનાવી રાખવો જોઈએ. ભવિષ્યમાં ફરિયાદ કરવાની જરૂર પડે તો આ પુરાવા તરીકે ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યારબાદ સંબંધિત ગેસ એજન્સીને જાણ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી શકાય છે.
ADVERTISEMENT
જો તમને લાગે કે સિલિન્ડરમાં ગેસ ઓછી છે, તો ડિજિટલ વેઇંગ મશીન પર તેનું વજન ચકાસી શકાય છે. દરેક LPG સિલિન્ડર પર કુલ વજન અને ખાલી સિલિન્ડરનું વજન લખેલું હોય છે. સામાન્ય રીતે ખાલી સિલિન્ડરનું વજન આશરે 15 કિલો હોય છે.
ADVERTISEMENT
સૌપ્રથમ સિલિન્ડરનું કુલ વજન માપો. ત્યારબાદ તેમાંથી સિલિન્ડર પર લખેલું ખાલી વજન ઘટાડો. જો બચેલું વજન 14.2 કિલોગ્રામથી ઓછું આવે તો તેનો અર્થ થાય કે સિલિન્ડરમાં ગેસ ઓછી હોઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ ફરિયાદ નોંધાવવી જોઈએ.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ આધાર કાર્ડથી લઈ LPG સુધી, 1 જુલાઈથી આ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારા ખિસ્સા પર પણ પડશે અસર
ડિલિવરી, બુકિંગ અથવા ગેસની માત્રા અંગે કોઈ સમસ્યા હોય તો ગ્રાહકો ભારત ગેસ, ઇન્ડેન ગેસ અથવા HP ગેસની ગ્રાહક સેવા હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત નજીકની ગેસ એજન્સીમાં પણ લેખિત અથવા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.