બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ક્રેટા સિઆરાને ટક્કર આપવા આવી આ કાર, સામે આવ્યો લુક, જોતા જ ખરીદી લેશો!

ઓટો / ક્રેટા સિઆરાને ટક્કર આપવા આવી આ કાર, સામે આવ્યો લુક, જોતા જ ખરીદી લેશો!

Nirav Kumar

Last Updated: 04:40 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડીયન માર્કેટમાં નિસાનની નવી એસયુવી લોન્ચ થવાની છે. આ એસયુવી કારનું નામ Tekton છે. ચાલો તેના સંભવિત ફીચર્સ વિષે જાણીએ.

ભારતીય બજારમાં નિસાન એક નવી કાર લાવી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ નિસાન એસયુવી Tekton વિશે. આ કાર આવતા મહિને લોન્ચ થવાની છે અને કંપનીએ તેના માટે ટીઝર રિલીઝ કરવાનું શરૂ કરી દીધું છે. નિસાન આ કારને બેબી પેટ્રોલ કહી રહી છે. પણ આ કારનું ઓફીશીયલ નામ નિસાન Tekton રહેશે. તે આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયેલી રેનો ડસ્ટરનું બેજ-એન્જિનિયર્ડ વર્ઝન છે. નિસાન Tekton 9 જુલાઈએ લોન્ચ થવાનું છે. આ કાર સાથે નિસાનમીડીયમ સાઈઝની એસયુવી માર્કેટમાં પાછી ફરશે.

2023 માં નિસાન કિક્સ બંધ કર્યા બાદ આ બ્રાન્ડે આ સેગમેન્ટમાં કોઈ કાર લોન્ચ કરી નથી. આ ત્રણ વર્ષ પછી તેનું કમબેક હશે. આ કંપનીએ ઘણા ટીઝર રિલીઝ કર્યા છે જેમાં કારની ડિઝાઇન વિશે ઘણી બાબતો જણાવવામાં આવી છે.

  • બોલ્ડ ડિઝાઇન

નિસાન Tektonમાં કનેક્ટેડ એલઇડી હેડલાઇટ્સ હશે. આ કારના બોનેટ પર Tekton લખેલું હશે. બ્રાન્ડે તેના ટેલગેટનું પણ ટીઝ કર્યું છે, જેમાં Tekton લેટરિંગ પણ હશે. SUVના આગળના બમ્પરમાં તેની પહોળાઈ પર લાલ પટ્ટી ઉમેરવામાં આવી છે. ગ્રિલમાં મલ્ટીપલ આડી સ્લેટ્સ હશે.

vtv hiring 2
  • 9 જુલાઈના રોજ થશે લોન્ચ

આ કંપની કારના દરવાજા ખોલવા માટે પુલ-ટાઈપ ડોર હેન્ડલ્સ આપશે. પાછળના ગેટ પુલ હેન્ડલ્સ C-પિલર પર સ્થિત હશે. તેમાં મલ્ટી-સ્પોક એલોય અને ટ્વીન-રિગ્ડ સ્પોઇલર હશે. ટેલલાઇટ્સ સિગ્નેચર C-શેપનો લુક હશે.

  • એન્જિન અને પાવર

Tektonમાં ડસ્ટર જેવું જ એન્જિન સેટઅપ હોવાની શક્યતા છે. તે 100 hp સાથે 1.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દ્વારા ચાલશે. આ સિવાય કંપની 163 hp સાથે 1.3-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપી શકે છે. જેમાં બંને એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ હોવાની શક્યતા છે.

વધુ વાંચો : સ્પોર્ટ્સ બાઇક લવર્સ માટે ખુશખબર, એક ઝાટકે 1.25 લાખ સસ્તું થયું આ મોટરસાઈકલ

જેમાં કંપની મોટા એન્જિન સાથે માત્ર ઓટોમેટિક ગિયરબોક્સ આપી શકે છે. જો કે રેનો ડસ્ટર પણ હાઇબ્રિડ એન્જિન સાથે આવે તેવી શક્યતા છે પણ નિસાન ટેક્ટનમાં આ એન્જિન ઓફર કરવામાં આવશે તે અંગે કોઈ માહિતી નથી. રેનોએ ડસ્ટરને 10.49 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચકરી હતી. જેથી નિસાન Tektonની કિંમત પણ આ કિંમતની આસપાસ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nissan SUV Nissan Tekton Releasing Teasers
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ