ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કપડાં પર ઢોળાઈ છે ચા-કોફી, આ ઉપાયથી મિનિટોમાં ગાયબ થશે જિદ્દી ડાઘ

તમારા કામનું / કપડાં પર ઢોળાઈ છે ચા-કોફી, આ ઉપાયથી મિનિટોમાં ગાયબ થશે જિદ્દી ડાઘ

Published By: Nirav Kumar

Last Updated: 05:32 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુકવાર ચા કે કોફી પીતી વખતે તે શર્ટ પર ઢોળાઈ જતી હોય છે. તેના ડાઘ દૂર કરવા મુશ્કેલ હોય છે. આથી અમુક લોકો તરત જ સાફ કરવા ઘસવા લાગે છે.

ADVERTISEMENT

અમુક વાર ચા કે કોફી પીતી વખતે તમારા કપડાં પર તે ઢળી જાય છે. જેના હઠીલા ડાઘ કપડાં પરથી સરળતાથી દૂર થતા નથી અને જો તરત જ સાફ ન કરવામાં આવે તો તે કાયમી નિશાન છોડી શકે છે. ચા કે કોફી ઢળ્યા બાદ લોકો ઘણીવાર ગભરાઈ જાય છે અને તેમના કપડાંને જોરશોરથી ઘસે છે જેનાથી ડાઘ વધુ ફેલાય છે. પણ અમુક સરળ ઘરેલું ઉપાયો દ્વારા તમે મિનિટોમાં આ ડાઘ દૂર કરી શકો છો.

  • પહેલા શું કરવું?

ચા કે કોફી કપડાં પર ઢળે તો તરત જ સમય બગાડ્યા વગર તાત્કાલિક પગલાં લો. તેને ઘસવાને બદલે વધારાનું પ્રવાહી શોષી લેવા માટે સ્વચ્છ ટીશ્યુ કે કપડાથી ડાઘને હળવા હાથે થપથપાવો. બાદમાં કપડાને ઊંધું કરો અને પાછળથી ડાઘવાળા વિસ્તાર પર ઠંડુ પાણી રેડો. આ ડાઘને ફેબ્રિકના રેસામાં અંદર સુધી જતા અટકાવે છે અને તેને સરળતાથી દૂર કરવા દે છે.

vtv hiring (2)
  • ઠંડા પાણીનો ઉપયોગ

જો તમારી કોફીમાં દૂધ કે ક્રીમ હોય તો તેને સાફ કરવા માટે ક્યારેય ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં. ગરમ પાણીના સંપર્કમાં આવતા દૂધમાં રહેલું પ્રોટીન ફેબ્રિકના રેસાઓ સાથે જોડાય છે, જેનાથી ડાઘ કાયમ માટે રહી જાય છે.આથી હંમેશા ઠંડા કે સામાન્ય પાણીથી કપડા સાફ કરવાનું શરૂ કરો.

વધુ વાંચો : કિચન સિંક થઇ ગઈ છે ગંદી? ઘસો નહીં પણ નાખો આ વસ્તુ, કાચની માફક ચમકશે

  • બેકિંગ સોડા

બેકિંગ સોડા કપડાંમાંથી જૂના, સૂકા ડાઘ દૂર કરવા માટે બેસ્ટ ફોર્મ્યુલા છે. એના માટે ડાઘવાળા વિસ્તારને થોડો ભીનો કરો અને તેના પર એક ચમચી બેકિંગ સોડા પાવડર લગાવો. તેને લગભગ અડધા કલાક માટે રહેવા દો જેથી સોડા ડાઘને સંપૂર્ણ રીતે શોષી લે. બાદમાં સામાન્ય પાણીથી ખંગાળો અને કપડાને વોશિંગ મશીનમાં ધોઈ લો. ડાઘ સંપૂર્ણ રીતે દૂર ન થાય ત્યાં સુધી કપડાને ડ્રાયરમાં સૂકવશો નહીં કેમ કે ડ્રાયરની ગરમી ડાઘને કાયમ માટે ફિક્સ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stubborn Stains Clothes Stains Baking Soda

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ