ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કિચન સિંક થઇ ગઈ છે ગંદી? ઘસો નહીં પણ નાખો આ વસ્તુ, કાચની માફક ચમકશે

લાઈફસ્ટાઇલ / કિચન સિંક થઇ ગઈ છે ગંદી? ઘસો નહીં પણ નાખો આ વસ્તુ, કાચની માફક ચમકશે

Published By: Nirav Kumar

Last Updated: 11:17 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં ગંદા વાસણો, ઓઈલ, ઘી અને મીઠાના પાણીને કારણે રસોડાનું સિંક કાળું પડી જતું હોય છે. તેના હઠીલા ડાઘ દુર કરવા તમે નીચે જણાવેલી રીત અજમાવી શકો છો.

ADVERTISEMENT

રસોડાની સફાઈનો સૌથી ચેલેન્જિંગ હિસ્સો સિંકને સ્વચ્છ રાખવાનો હોય છે. દિવસભરના ગંદા વાસણો, ઓઈલ, ઘી અને મીઠાના પાણીને કારણે સ્ટીલના સિંક તેમની ચમક ગુમાવે છે અને હઠીલા કાળા અને સફેદ ડાઘા જમા થાય છે. વારંવાર સ્ક્રબિંગ કર્યા બાદ પણ સિંકની ચમક પાછી આવતી નથી જેના કારણે તમારા હાથ થાકી જાય છે.

જો તમારા રસોડાના સિંક મહિનાઓ જૂની ગંદકીને કારણે કાળી દેખાઈ રહ્યું છે તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. મોંઘા ક્લીનર્સ કે કલાકોની મહેનત વગર તેને કાચ જેવું બનાવી શકાય છે. આજે અમે અમુક સરળ ટિપ્સ જણાવીશું જે તમારા સિંકને ચમકદાર જ બનાવશે નહીં પણ ગંધ અને બેક્ટેરિયાને પણ કાયમ માટે દૂર કરશે.

  • બેકિંગ સોડા અને લીંબુ

પહેલા આખા સિંક પર બેકિંગ સોડાને સારી રીતે છાંટો. બાદમાં લીંબુને અડધા ભાગમાં કાપીને તેને સિંક પર ઘસો. બંને વચ્ચેની રીએક્શન તરત જ કાળા પડ અને ગ્રીસને છૂટા કરશે. 5 મિનિટ બાદ સ્ક્રબરથી હળવેથી સ્ક્રબ કરો અને પાણીથી ખંગાળી દો.

vtv hiring 2
  • વ્હાઈટ વિનેગર અને લીક્વીડ સાબુ

જો તમારા સિંક પર હઠીલા સફેદ ખારા પાણીના ડાઘા હોય તો સ્પ્રે બોટલમાં વ્હાઈટ વિનેગર ભરો. તેને સિંક પર સ્પ્રે કરો અને તેને 10 મિનિટ સુધી રહેવા દો. બાદમાં સ્ક્રબર પર ડીશ ધોવા માટે લીક્વીડ સાબુ લગાવો અને તેને સાફ કરો. આમ સિંક નવા જેવો ચમકશે.

  • મીઠું અને ટર્પેન્ટાઇન ઓઈલ

જો તમારા સિંક પર કાટના ડાઘ કે પીળાશ પડી ગયા હોય તો ટર્પેન્ટાઇન તેલના થોડા ટીપાં મીઠામાં ભેળવીને ડાઘવાળી જગ્યા પર ઘસો. તેનાથી જૂના ડાઘ પણ સરળતાથી દૂર થઈ જશે.

વધુ વાંચો : ટોયલેટ સાફ કરતી વખતે આ 5 ભૂલો ન કરો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

  • મહત્વપૂર્ણ ટિપ

તમારા સિંકને ધોયા બાદ તેને સૂકા કપડાથી સાફ કરો અને નાળિયેર તેલના બે ટીપાં લગાવો. તેનાથી પાણીના ટીપાં સિંક પર ચોંટતા અને સફેદ ડાઘ પડતા અટકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kitchen Sink Dirty Sink Turpentine Oil

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ