ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ના હોય, શું ખરેખર વજન ઘટાડવાની દવા ઓચિંતી બંધ કરવાથી હાર્ટ એટેક-સ્ટ્રોકનું જોખમ વધી જાય?
Last Updated: 11:28 PM, 23 November 2026
ADVERTISEMENT
તાજેતરમાં થયેલા એક મોટા અભ્યાસમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ જે GLP-1 રીસેપ્ટર એગોનિસ્ટ્સ જેમ કે ઓઝેમ્પિક, વેગોવી, મોનજારો જેવી દવાઓ લે છે અને પછી તે અચાનક બંધ કરી દે છે તેમને હાર્ટ એટેક, સ્ટ્રોક કે મૃત્યુનું જોખમ લગભગ બમણું થઈ શકે છે.
ADVERTISEMENT
ઈટાલીના 301 ડાયાબિટીસ ક્લિનિક્સના ડેટા પર આધારિત આ અભ્યાસમાં 80,000થી વધુ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બધા લોકોને અગાઉ કોઈ મોટી હૃદયની બીમારી નહોતી. જેમને દવા ચાલુ રાખી તેમની સરખામણીમાં જેમને દવા બંધ કરી દીધી તેમનામાં હાર્ટ એટેક, સ્ટ્રોક કે કોઈપણ કારણે મૃત્યુનો દર લગભગ બમણો જોવા મળ્યો.
આ અભ્યાસમાં જણાવાયું છે કે દવા ચાલુ રાખનારાઓમાં આવી ઘટનાઓનો દર દર 100 વ્યક્તિ-વર્ષે આશરે 1.96 હતો, જ્યારે દવા બંધ કરનારાઓમાં તે વધીને 3.94 થયો હતો. મૃત્યુનો દર તો વધુ ચિંતાજનક રીતે વધ્યો હતો. આ જોખમ ખાસ કરીને મેદસ્વી BMI 30 કે તેથી વધુ દર્દીઓમાં વધુ મજબૂત જોવા મળ્યું.
ADVERTISEMENT
નિષ્ણાતો કહે છે કે આ અભ્યાસ માત્ર સંબંધ દર્શાવે છે, સીધું કારણ-અસર સાબિત કરતો નથી. અમુક લોકો બીમારી કે અન્ય કારણોસર દવા છોડી દે છે આથી અન્ય પરિબળો પણ અસર કરી શકે છે. છતાં આ તારણ મહત્ત્વનું છે કારણ કે ઘણા લોકો આડઅસર, ખર્ચ કે અસુવિધાને કારણે એક વર્ષની અંદર જ આ દવા છોડી દે છે.
ADVERTISEMENT
જેમાં એક્સપર્ટ સલાહ આપે છે કે આવી દવાઓ અચાનક બંધ ન કરવી જોઈએ. જો બંધ કરવાનું હોય તો ડૉક્ટરની સલાહથી અને યોગ્ય મોનિટરિંગ સાથે જ કરવું જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ