બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટોયલેટ સાફ કરતી વખતે આ 5 ભૂલો ન કરો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

તમારા કામનું / ટોયલેટ સાફ કરતી વખતે આ 5 ભૂલો ન કરો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

Jinal Chauhan

Last Updated: 03:18 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો ટોયલેટ સાફ કરવા માટે ઘરગથ્થુ ઉપાયો અને વિવિધ ક્લીનિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીક સામાન્ય ભૂલો ટોયલેટ અને તેની પાઇપલાઇનને નુકસાન પહોંચાડી શકે છે.

બાથરૂમ અને ટોયલેટ ઘરના એવા ભાગો છે જ્યાં સૌથી વધુ ગંદકી અને જીવાણુઓ જમા થાય છે. તેથી લોકો તેને સાફ રાખવા માટે અનેક ઉપાયો અજમાવે છે. જોકે, સફાઈ દરમિયાન કરવામાં આવતી કેટલીક ભૂલો ટોયલેટની ચમક, મજબૂતી અને ફ્લશ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. પ્લમ્બિંગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કેટલીક વસ્તુઓનો ઉપયોગ ટાળવો ખૂબ જરૂરી છે. ચાલો જાણીએ એવી 5 ભૂલો વિશે જે ટોયલેટ સાફ કરતી વખતે ક્યારેય ન કરવી જોઈએ.

ટોયલેટમાં ઉકળતું પાણી ન નાખો

ઘણા લોકો માને છે કે ટોયલેટ જામ થઈ જાય ત્યારે તેમાં ઉકળતું પાણી નાખવાથી બ્લોકેજ દૂર થઈ જશે. પરંતુ આ ઉપાય નુકસાનકારક સાબિત થઈ શકે છે. ટોયલેટનું પોટ સામાન્ય રીતે પોર્સેલિનનું બનેલું હોય છે. અચાનક ખૂબ ગરમ પાણી નાખવાથી તેમાં તિરાડ પડી શકે છે અથવા તે તૂટી પણ શકે છે. તેથી બ્લોકેજ દૂર કરવા માટે પ્લંજર અથવા સામાન્ય પાણીનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત છે.

toilet-cleaning-

ફ્લશ ટાંકીમાં ક્લીનિંગ ટેબ્લેટ ન નાખો

બજારમાં મળતી કેટલીક ક્લીનિંગ ટેબ્લેટ્સ ફ્લશનું પાણી રંગીન અને સુગંધિત બનાવે છે. પરંતુ તેમાં રહેલા કેમિકલ્સ ફ્લશ ટાંકીની અંદરના રબર અને પ્લાસ્ટિકના ભાગોને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. પરિણામે પાણી લીક થવા લાગે છે અને રિપેરિંગનો વધારાનો ખર્ચ કરવો પડે છે. તેથી આવી ટેબ્લેટ્સનો ઉપયોગ ટાળવો જોઈએ.

વધુ પ્રમાણમાં બ્લીચ અને કડક કેમિકલ્સનો ઉપયોગ ન કરો

બ્લીચ જીવાણુઓને દૂર કરવામાં મદદરૂપ છે, પરંતુ તેનો અતિરેક ઉપયોગ ટોયલેટને નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી બ્લીચ ટોયલેટમાં રહે તો તેની ચમકદાર સપાટી ખરાબ થઈ શકે છે. ત્યારબાદ ટોયલેટ પર વધુ ઝડપથી ડાઘ જમા થાય છે અને સફાઈ કરવી મુશ્કેલ બને છે. તેથી હંમેશા મર્યાદિત માત્રામાં જ બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ.

vtv hiring

આ પણ વાંચોઃ શું લસણને ફોલવામાં સમય લાગે છે? અપનાવો આ ટ્રિક્સ, મિનિટોમાં થઇ જશે કામ

સ્ટીલના સ્ક્રબર અથવા લોખંડનું જૂનું ન વાપરો

જિદ્દી ડાઘ દૂર કરવા માટે ઘણા લોકો સ્ટીલના સ્ક્રબર અથવા ખુરદરા બ્રશનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી ટોયલેટની સપાટી પર સ્ક્રેચ પડી જાય છે. આ સ્ક્રેચમાં ગંદકી અને બેક્ટેરિયા સરળતાથી જમા થાય છે. પરિણામે ટોયલેટ વધુ ઝડપથી ગંદું દેખાવા લાગે છે. તેથી હંમેશા નરમ બ્રશ અથવા સોફ્ટ સ્ક્રબરનો ઉપયોગ કરવો જોઈએ.

અલગ-અલગ કેમિકલ્સ ભેળવીને ઉપયોગ ન કરો

વધુ અસરકારક સફાઈ માટે કેટલાક લોકો બે કે તેથી વધુ ક્લીનિંગ પ્રોડક્ટ્સ ભેળવીને વાપરે છે. પરંતુ આ આદત જોખમી બની શકે છે. ખાસ કરીને બ્લીચ અને એમોનિયા જેવા કેમિકલ્સ ભેગા કરવાથી ઝેરી ગેસ ઉત્પન્ન થઈ શકે છે. આ ગેસ આંખો અને શ્વાસતંત્ર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી ક્યારેય અલગ-અલગ કેમિકલ્સને ભેળવીને ઉપયોગ ન કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Plumbing Care Toilet Cleaning Tips Bathroom Cleaning
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ