બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમારા ઘર સુધી તો નથી પહોંચ્યું ને ભેળસેળીયું લાલ મરચું? આ 3 રીતે કરો ઓળખ

તમારા કામનું / શું તમારા ઘર સુધી તો નથી પહોંચ્યું ને ભેળસેળીયું લાલ મરચું? આ 3 રીતે કરો ઓળખ

Nirav Kumar

Last Updated: 04:11 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્કેટમાં હવે નકલી અને ભેળસેળયુક્ત મરચું પણ મળવા લાગ્યું છે. આથી આજે અમે તમને ઘરે તેને કેવી રીતે ઓળખવું કે તે અસલી છે કે નકલી તે જણાવીશું.

આજકાલ દરેક ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળ થાય છે પછી ભલે તે ફળો હોય, શાકભાજી હોય કે મસાલા હોય. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પહેલા લોકો હળદર અને સૂકા લાલ મરચાં ખરીદતા હતા અને તેને ઘરે પીસતા હતા પરંતુ હવે તે બજારમાંથી ખરીદવાનું સરળ બન્યું છે. વધતી માંગને કારણે લોકોએ આ મસાલામાં પણ ભેળસેળ કરવાનું શરૂ કર્યું છે. FSSAI એ લાલ મરચાંના પાવડરમાં કૃત્રિમ કલર અને ઈંટની ધૂળ ભેળવતા અનેક ગેંગ પકડી છે અને લોકોને નકલી મરચાં ખાવાનું ટાળવાની ચેતવણી પણ આપી છે. એવામાં આજે અમે તમને નકલી લાલ મરચાંના પાવડરને કેવી રીતે ઓળખવું તે જણાવીશું.

  • નકલી મરચાંમાં શું હોય છે?

લાલ મરચાંને રંગવા માટે સુડાન ડાઈ, લાલ કેમિકલ રંગો અને ઈંટની ધૂળ જેવા ઘટકો તેમાં ભેળવવામાં આવે છે. આ ઘટકો લાલ મરચાંને અસલી જેવા બનાવે છે અને વધુ બારીક હોય છે. જેમાં સ્ટાર્ચનો ઉપયોગ તેને ઘટ દેખાવા માટે પણ થાય છે. તો ચાલો આજે તેને ઓળખવાની રીત વિષે જાણીએ.

  • પાણીનો ટેસ્ટ

એક ગ્લાસ લો અને તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરો. ગ્લાસને હલાવો નહીં તેને નીચે બેસવા દો. જો લાલ મરચાંનો પાવડર તરત જ ઓગળી જાય અને પાણીમાં ભળી જાય, લાલ થઈ જાય તો તમારું મરચું નકલી છે. જો લાલ મરચું સપાટી પર હોય અને ધીમે ધીમે ડૂબે તો તે અસલી છે.

vtv hiring 2
  • હથેળી પર ઘસો

તમારા હથેળી પર થોડું પાણી લગાવો અને પછી લાલ મરચાંનો પાવડર ઘસો. જો તમને ખુદરું એટલે ,કે ટીંગલ ટાઈપ લાગે અને રંગ ઉતરી જાય તો તે નકલી હોય છે. નહીં તો મરચું અસલી હોય છે. આ ટેસ્ટ બાદ તમારા હાથ સાબુથી સારી રીતે ધોવાનું ભૂલશો નહીં.

  • લીંબુની ટ્રીક

લાલ મરચાંનો પાવડર એક બાઉલમાં મૂકો અને તેને થોડો લીંબુના રસ સાથે મિક્સ કરો. જો રસ ઉમેર્યા બાદ પરપોટા દેખાય તો તે નકલી હોય છે. તેમાં ચાક પાવડર કે બીજા ડિટર્જન્ટ હોઈ શકે છે. જો કોઈ પરપોટા ન બને તો તમારું મરચું અસલી છે.

વધુ વાંચો : યોગની શરૂઆતમાં આ 5 ભૂલો કરશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

તમે આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને અસલી અને નકલી લાલ મરચાં ઓળખી શકો છો. જો તમને નકલી મરચાં મળે તો તરત જ ફૂડ સેફ્ટી હેલ્પલાઇન પર કૉલ કરો અને તેમને જાણ કરો. કેમિકલ યુક્ત લાલ મરચાં ખાવાથી લીવરને નુકસાન અને કેન્સર સહિત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FSSAI Fake Chilies Adulterated Chilies
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ