બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સ્પોર્ટ્સ બાઇક લવર્સ માટે ખુશખબર, એક ઝાટકે 1.25 લાખ સસ્તું થયું આ મોટરસાઈકલ

ઓટો / સ્પોર્ટ્સ બાઇક લવર્સ માટે ખુશખબર, એક ઝાટકે 1.25 લાખ સસ્તું થયું આ મોટરસાઈકલ

Nirav Kumar

Last Updated: 01:39 AM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાવાસાકીના Ninja 1100SX બાઈક પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફર જૂન સુધીની છે. ચાલો આ બાઈકના ફીચર અને પાવરટ્રેન વિષે જાણીએ.

યુવાનોમાં સ્પોર્ટ્સ બાઇકનો ક્રેઝ છે. જો તમે આવનારા દિવસોમાં નવી સ્પોર્ટ્સ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. જેમાં કાવાસાકી તેના સ્પોર્ટ્સ Ninja 1100SX બાઈક પર જૂન 2026 સુધી બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ગ્રાહકો આ દરમિયાન કાવાસાકી Ninja1100SX ની ખરીદી પર 1.25 લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. આ ઓફરમાં રોકડ ડિસ્કાઉન્ટ અને બીજા બેનીફીટ પણ સામેલ છે. ચાલો બાઇકના ફીચર, પાવરટ્રેન અને કિંમત પર વિષે જાણીએ.

  • Ninja1100SX ની ડિઝાઇન

કાવાસાકીનું નવું Ninja1100SX 1100SX એક શાનદાર સ્પોર્ટ્સ બાઈક છે. તેની ડિઝાઇન એગ્રેસીવ અને મસ્ક્યુલર છે. તેમાં સિગ્નેચર નિન્જા સ્ટાઇલ, એડજસ્ટેબલ વિન્ડસ્ક્રીન અને LED લાઇટિંગ સેટઅપ આવે છે.આ બાઇકની સીટીંગ પોઝીશન એ વાતની ખાતરી કરે છે કે રાઇડર્સને લાંબી મુસાફરીમાં પણ થાક લાગે નહીં. તેમાં 4.3-ઇંચ ડિજિટલ TFT ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ આવે છે જે બ્લૂટૂથ કનેક્ટિવિટી અને સ્માર્ટફોન નેવિગેશનને સપોર્ટ કરે છે.

vtv hiring 2
  • પાવરફુલ પાવરટ્રેન

આ બાઈકના પરફોર્મન્સની વાત કરીએ તો આ બાઇકમાં સૌથી મોટો ફેરફાર તેનું એન્જિન છે. તેમાં હવે 1,099 cc, લિક્વિડ-કૂલ્ડ, ઇન-લાઇન ફોર-સિલિન્ડર એન્જિન આવે છે. આ પાવરફુલ એન્જિન 136 bhp ની મેક્સીમમ પાવર અને 113 Nm નો ટોર્ક જનરેટ કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આસિસ્ટ અને સ્લિપર ક્લચ અને ક્વિકશિફ્ટર સાથે કનેક્ટ છે. આ એન્જિન શાનદાર પિકઅપ અને દરેક ગિયરમાં સિમ્પલ સવારીનો અનુભવ આપે છે.

  • માઇલેજ પણ શાનદાર

આ એક પાવરફુલ સુપરબાઇક હોવા છતાં તેની માઇલેજ પણ યોગ્ય છે. આ બાઇક 17.85 kmpl ની માઇલેજ આપે છે. જો કે રાઇડર્સ માને છે કે હાઇવે પર સારી રાઇડિંગ બિહેવીયર સાથે તે 20 થી 23 kmpl ની માઇલેજ આપી શકે છે. તેમાં 19-લિટરની મોટી ફ્યુઅલ ટાંકી પણ છે, જે ફૂલ ટાંકી પર 335 કિલોમીટરથી વધુની નોન-સ્ટોપ રેન્જ આપે છે.

વધુ વાંચો : નવા ઇથેનોલવાળા સ્પ્લેન્ડર પ્લસ અને HF ડિલક્સ બાઈક પર 4000નું ડિસ્કાઉન્ટ

  • બાઇકની કિંમત

સેફટીની દ્રષ્ટીએ તેમાં કોર્નરિંગ ABS સાથે ડ્યુઅલ-ચેનલ ABS અને શાનદાર બ્રેમ્બો ડિસ્ક બ્રેક્સનો સમાવેશ થાય છે. આ સિવાય બાઇક ટ્રેક્શન કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ, એન્જિન બ્રેક કંટ્રોલ અને વિવિધ રાઇડિંગ મોડ્સ આપે કરે છે. જે ખરાબ હવામાનમાં કે વળાંકો પર પણ સંપૂર્ણ કંટ્રોલ પૂરું પાડે છે. ભારતમાં આ પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઈકની એક્સ-શોરૂમ કિંમત 14.42 લાખ રૂપિયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bumper Discount Ninja 1100SX Kawasaki Bike
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ