બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બંધ થઇ જશે LPG સપ્લાય? e-KYC ને લઇ આવ્યું નવું અપડેટ

તમારા કામનું / બંધ થઇ જશે LPG સપ્લાય? e-KYC ને લઇ આવ્યું નવું અપડેટ

Nirav Kumar

Last Updated: 05:41 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG સિલિન્ડરને લઇ એક નવું અપડેટ આવ્યું છે. જેમાં LPGના ગ્રાહકોએ e-KYC કરાવવું ફરજીયાત છે. તેની પાછળનો હેતુ LPG ગ્રાહકોના ડેટાને વધુ સચોટ બનાવવાનો છે.

LPG સિલિન્ડરના e-KYC અંગે લોકોમાં અમુક કન્ફ્યુઝન પણ છે. કેમ કે ઘણા ઉપભોક્તાઓ હજુ પણ એ વાતને લઇ સ્પષ્ટ નથી કે તેમને તેમનું e-KYC પૂરૂ કરવાની જરૂર છે કે નહીં. જો કે સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. જેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, e-KYC એ ચાલુ પ્રક્રિયાનો એક હિસ્સો છે જેમાં કોઈ નવો નિયમ નથી. તેની પાછળનો હેતુ માત્ર LPG ગ્રાહકોના ડેટાને વધુ સચોટ બનાવવાનો છે.

  • કયા લોકોએ e-KYC કરાવવું જરૂર?

સરકારી માહિતી મુજબ e-KYC બધા LPG ગ્રાહકો માટે ફરજિયાત નથી. તે માત્ર તે લોકો માટે જરૂરી છે જેમને હજુ સુધી e-KYC પૂરૂ કર્યું નથી. મતલબ કે જો તમે પહેલાથી જ e-KYC પૂરૂ કરેલું છે તો તમારે તે ફરીથી કરવાની જરૂર નથી.

  • e-KYC આ રીતે કરવું

જો તમે હજુ સુધી e-KYC પૂરૂ કર્યું નથી જલ્દી કરવું જોઈએ. જેમાં LPG કંપનીઓ મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા આ સર્વિસ પૂરી પાડે છે. જેમ કે ભારત ગેસના ગ્રાહકો હેલો BPCL એપ્લિકેશન દ્વારા આ પ્રક્રિયા પૂરી કરી શકે છે. આ સિવાય તમે તમારી નજીકની ગેસ એજન્સીની મુલાકાત લઈને e-KYC કરાવી શકો છો.

hiring vtv 1
  • e-KYC કેમ જરૂરી?

e-KYC કરાવવાનો હેતુ LPG સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો છે. તેનાથી નકલી અને ડુપ્લિકેટ કનેક્શન્સ અટકશે. આ સિવાય સરકાર પાત્ર લાભાર્થીઓને સબસિડી પહોંચાડી શકશે.

વધુ વાંચો : હવે ટિકિટ વગર મુસાફરી કરી તો..., 13 વર્ષ પછી નિયમો બદલાયા 1 જુલાઈથી લાગુ થશે

ઉલ્લેખનીય છે કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમણે પહેલાથી જ e-KYC પૂરૂ કરી લીધું છે તેમને ફરીથી આ કમા કામ કરવાની જરૂર નથી, પરંતુ જેમનું e-KYC હજુ સુધી કમ્પ્લીટ થયું નથી તેઓએ શક્ય તેટલી વહેલી તકે તે પૂરૂ કરવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG Cylinders e-KYC LPG Supply
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ