ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ડેન્ડ્રફ અને ખરતા વાળથી છો પરેશાન? ફટકડીનો આ રીતે કરો ઉપયોગ

હેર કેર / ડેન્ડ્રફ અને ખરતા વાળથી છો પરેશાન? ફટકડીનો આ રીતે કરો ઉપયોગ

Published By: Nirav Kumar

Last Updated: 01:30 AM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા હોય તો તમારા માટે ફટકડીનો ઉપાય કારગર નીવડી શકે છે. ચાલો તેના ઉપયોગની રીત વિષે જાણીએ.

ADVERTISEMENT

આજના સમયમાં અનહેલ્થી લાઈફસ્ટાઈલ, વધતા પ્રદૂષણ, તણાવ અને અનહેલ્થી ખાવાની આદતોને કારણે વાળ સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. જેમાં ઘણા લોકો વાળ ખરવાનો અનુભવ કરી રહ્યા છે, અમુક અકાળે સફેદ થવાનો અનુભવ કરી રહ્યા છ અને અમુક ડેન્ડ્રફથી પરેશાન છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે લોકો ઘણીવાર મોંઘા વાળના પ્રોડક્ટ, કેમિકલથી ભરેલા શેમ્પૂ અને પાર્લર ટ્રીટમેન્ટનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમસ્યામાં ફટકડી તમારા વાળ માટે વરદાનરૂપ છે?

એન્ટીબેક્ટેરિયલ અને એસ્ટ્રિજન્ટ ગુણધર્મોથી ભરપૂર ફટકડી માત્ર ડેન્ડ્રફને ઊંડે સુધી સાફ કરવામાં મદદ નથી કરતુ પરંતુ વાળના મૂળને મજબૂત બનાવે છે અને ડેન્ડ્રફ ઘટાડે છે. તો ચાલો જાણીએ કે હેર કેર માટે આપણે ફટકડીનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

જો તમે વાળ ખરવાથી પરેશાન હોવ અને વાળનો વિકાસ ઝડપી બનાવવા માંગો છો તો તમે તમારા વાળ પર ફટકડીનો ઉપયોગ કરી શકો છો. એના માટે ફટકડીને બારીક પાવડરમાં પીસીને તેને નારિયેળ તેલ સાથે સારી રીતે મિક્સ કરો. આ મિક્સથી માથાની ચામડી પર હળવા હાથે માલિશ કરો અને તેને થોડા કલાકો માટે રહેવા દો. બાદમાં હળવા શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો. આ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને વાળના ગ્રોથને મદદ કરે છે.

vtv hiring
  • ડેન્ડ્રફથી રાહત

ફટકડીનો ઉપયોગ ડેન્ડ્રફથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે. જેમાં ફટકડીના પાવડરને પાણી અને લીંબુના રસ સાથે ભેળવીને તેને માથાની ચામડી પર હળવા હાથે લગાવો અને માલિશ કરો. 10-15 મિનિટ બાદમાં તમારા વાળ ધોઈ લો. આ સ્કેલ્પને સાફ કરે છે અને ડેન્ડ્રફ ઘટાડી શકે છે.

  • કમજોર વાળને આપે છે પોષણ

ફટકડી સ્વસ્થ વાળ જાળવવામાં મદદ કરી શકે છે. આ મિક્સ તૈયાર કરવા માટે ફટકડીના પાવડરને કલોંજી ઓઈલમાં ભેળવીને સ્કેલ્પ પર હળવા હાથે માલિશ કરો. તેનો નિયમિત ઉપયોગ વાળના મૂળને પોષણ આપે છે અને તેનું સ્વાસ્થ્ય સુધારી શકે છે.

વધુ વાંચો : સફેદ વાળોથી છે પરેશાન? ઘર પર આ રીતે બનાવો કોફી હેયર ડાઈ, કેમિકલ વગર વાળ કાળા થશે

  • આ બાબતો રાખો ધ્યાનમાં

તમારા વાળ પર ફટકડીનો ઉપયોગ ઓછો કરો. વધુ પડતો કે વારંવાર ઉપયોગ કરવાથી તમારી સ્કેલ્પ સુકાઈ શકે છે. જો તમારી ત્વચા સેન્સેટીવ હોય તો તેને તમારા વાળમાં લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરો. ફટકડી લગાવતી વખતે ધ્યાન રાખો કે તે તમારી આંખોની નજીક ન આવે. જો તમને કોઈ બળતરા કે એલર્જી અનુભવ થાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dandruff Hair loss Alum

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ