ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / You Tubeને ટક્કર આપવા Instagram લાવી રહ્યું છે જોરદાર ફીચર, યુઝર્સને પડશે મોજ!

ટેક્નોલોજી / You Tubeને ટક્કર આપવા Instagram લાવી રહ્યું છે જોરદાર ફીચર, યુઝર્સને પડશે મોજ!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 03:32 PM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Instagram Features: ઇન્સ્ટાગ્રામ હવે રીલ્સથી આગળ વધીને લાંબા વીડિયોની દુનિયામાં પ્રવેશી રહ્યું છે.

ADVERTISEMENT

ઇન્સ્ટાગ્રામ હવે રીલ્સથી આગળ વધીને લાંબા વીડિયોની દુનિયામાં પ્રવેશી રહ્યું છે. કંપની ફીચર્સ નામના એક નવા ફોર્મેટનું ટેસ્ટિંગ કરી રહી છે, જેમાં ક્રિએટર્સ 90 મિનિટ સુધીના વીડિયો અપલોડ કરી શકશે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધી ટૂંકા વીડિયો દ્વારા લોકોનું ધ્યાન ખેચવાની હોડ જોવા મળતી હતી, પરંતુ ઇન્સ્ટાગ્રામ હવે આ કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની તેના પ્લેટફોર્મ પર લાંબા વીડિયો માટે પણ જગ્યા બનાવી રહી છે, જેથી વપરાશકર્તાઓને પોડકાસ્ટ, ઇન્ટરવ્યુ અથવા અન્ય કંટેંટને પુરુ જોવા માટે YouTube પર નહી જવું પડે.

આ માટે કંપની ફીચર્સ નામના એક નવા વિડિઓ ફોર્મેટનું ટેસ્ટ કરી રહી છે. આનાથી કેટલાક ક્રિએટર્સ 90 મિનિટ સુધીના હોરિજોન્ટલ વીડિયો અપલોડ કરી શકશે. આ પહેલ એવા સમયે આવી છે જ્યારે લાંબા વીડિયો ઓનલાઈન કન્ટેન્ટ વપરાશનો આવશ્યક ભાગ બની ગયા છે, અને ઇન્સ્ટાગ્રામ આ ક્ષેત્રમાં YouTube ને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે.

સર્જકો 90 મિનિટ સુધીના વીડિયો અપલોડ કરી શકશે

ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર્સ ફોર્મેટ ક્રિએટર્સને લાંબા વીડિયો શેર કરવાની મંજૂરી આપશે. કંપની હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં થોડા ક્રિએટર્સ સાથે આ સુવિધાનું ટેસ્ટ કરી રહી છે. અગાઉ તેનું બ્રાઝિલમાં પણ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામના પ્રોડક્ટના વાઇસ પ્રેસિડેન્ટ ટેસા લાયંન્સ અને પ્રમુખ એડમ મોસેરીએ એક વીડિયોમાં આ પહેલની જાહેરાત કરી હતી. કંપની ભવિષ્યમાં યુએસમાં હજારો સર્જકો સુધી આ પરીક્ષણનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે.

રીલ્સ પરથી સીધો સંપૂર્ણ વિડિઓ જુઓ

આ સુવિધાનો હેતુ ટૂંકા અને લાંબા વિડિઓઝ વચ્ચે જોડાણ બનાવવાનો છે. જો કોઈ વપરાશકર્તા રીલમાં પોડકાસ્ટનો કોઈ ભાગ પસંદ કરે છે, તો તે તેનાથી જોડાઇ વિડિયો પર જઇ સકશે. આના માટે તેને ઇન્સ્ટાગ્રામ છોડીને બીજી એપ્લિકેશન ખોલવાની જરૂર નહી પડે. કંપની લાંબા વીડિયોને એક્સપ્લોર પેજ અને એપ્લિકેશનના અન્ય ભાગો પર રિકમેંડ કરવાની પણ તૈયારી કરી રહી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમારા કામનું / આજથી બદલાઈ ગયો રેલવેનો આ નિયમ, ગ્રાહકોને થશે સીધો ફાયદો, જાણી લેજો

YouTube સાથે સ્પર્ધા કરવાની તૈયારી

YouTube પર યોગ્ય ક્રિએટર્સને તેમની આવકનો 55 ટકા જાહેરાતમાંથી મળે છે. તેની તુલનામાં ઇસ્ટ્રાગ્રામ પર ક્રિએટર્સની કમાણી મુખ્ય રૂપથી બ્રાન્ડ ડીલ્સ અને સ્પોન્સર્ડ કંટેંટ હોય છે. Meta એ જણાવ્યું છે કે તે આ સુવિધા દ્વારા સર્જકોને બ્રાન્ડ્સ, ફૈન્સ અને ઇન્સ્ટ્રાગ્રામ દ્વારા કમાણી કરવાની તકો પૂરી પાડવાના માર્ગો પર કામ કરી રહ્યું છે, જોકે કંપનીએ હજુ સુધી આ ફોર્મેટ માટે ચોક્કસ જાહેરાત આવક મોડેલની ઘોષણા કરી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Features Instagram Reels

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ