ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજથી બદલાઈ ગયો રેલવેનો આ નિયમ, ગ્રાહકોને થશે સીધો ફાયદો, જાણી લેજો
Last Updated: 09:01 AM, 27 October 2026
ADVERTISEMENT
રેલવેનો નવો નિયમ આજે 27 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. હવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરો પણ ₹10 લાખ સુધીનો મુસાફરી વીમો મેળવી શકે છે. નવા વીમા નિયમો અને રેલવે દ્વારા લાદવામાં આવેલી શરતો વિશે અહીં જાણો.
ADVERTISEMENT
તમે રેલવે સ્ટેશન પર રિઝર્વેશન કાઉન્ટર પરથી ટ્રેન ટિકિટ ખરીદો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. હવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારાઓને પણ ₹10 લાખ સુધીનો મુસાફરી વીમો મળશે. અગાઉ આ ફક્ત ઓનલાઈન ટિકિટ બુકિંગ પર મળતો હતો. ઓફલાઈન ટિકિટ ખરીદનારાઓ માટે કોઈ વીમા પૉલિસીનો નિયમ નહતો.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ રેલવે બોર્ડે આ સુવિધા કાઉન્ટર ટિકિટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. નવો નિયમ આજથી 27 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે. વીમાનો લાભ લેવા માટે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
વીમાનો ખર્ચ કેટલો થશે?
રેલવેની મુસાફરી વીમા યોજના હેઠળ મુસાફરોએ પ્રતિ મુસાફર માત્ર 45 પૈસા પ્રીમિયમ ચૂકવવું પડશે. આ નાની રકમના બદલામાં તેઓ અકસ્માતો અથવા વિવિધ પરિસ્થિતિઓ હિસાબથી વીમા કવરેજ મેળવે છે.
ADVERTISEMENT
કારણ: વીમા રકમ
મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતા: ₹10 લાખ
ADVERTISEMENT
સ્થાયી આંશિક અપંગતા: ₹7.5 લાખ
ઈજા પર હોસ્પિટલ ખર્ચ: ₹2 લાખ
ADVERTISEMENT
પાર્થિવ શરીરને લઇ જવાનો પરિવહન ખર્ચ: ₹10000
શરતો શું છે?
ADVERTISEMENT
જો તમે રેલ્વે સ્ટેશન રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી રહ્યા છો અને મુસાફરી વીમો મેળવવા માંગતા હો તો તમારે ચોક્કસ રેલ્વે શરતોનું પાલન કરવું આવશ્યક છે. ઉદાહરણ તરીકે તમારે ડિજિટલ ચુકવણી કરવી પડશે અને બુકિંગ કરતી વખતે તમારો સાચો મોબાઇલ નંબર અને વિગતો આપવી પડશે. તમને જણાવી દઇએ કે રોકડમાં ચૂકવણી કરીને વીમો મેળવી શકાતો નથી.
જો તમે તમારી ટિકિટ રદ કરાવો છો અને મુસાફરી વીમો પણ ખરીદ્યો છે, તો સંપૂર્ણ વીમા પ્રીમિયમ પરત કરવામાં આવશે નહીં. 45 પૈસાના પ્રીમિયમમાંથી 9 પૈસા કાપવામાં આવશે.
કોણ પાત્ર બનશે?
આ સુવિધા રિજર્વ ટિકિટ ધરાવતા મુસાફરો માટે ઉપલબ્ધ છે. બુકિંગ સમયે ટિકિટ કન્ફર્મ અથવા RAC હોવી આવશ્યક છે.
જો ઘણા મુસાફરો એક જ PNR પર મુસાફરી કરી રહ્યા હોય, અને કેટલાક પાસે કન્ફર્મ ટિકિટ હોય જ્યારે અન્ય વેઇટિંગ લિસ્ટમાં હોય તો પણ બધા મુસાફરો માટે વીમો પૂરો પાડી શકાય છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કે જેમને સીટ વગર બુક કરાવેલ હોય તેમને વીમો લાગુ પડતો નથી.

આ પણ વાંચોઃ કામની વાત / નિવૃત્તિ પછી પૈસાની ચિંતા છોડો! પોસ્ટ ઓફિસની સ્કીમથી દર મહિને કમાણી કરવાની જાણો રીત
સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ શા માટે જારી કર્યો?
6 ઓક્ટોબર 2026 ના સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે રેલ્વે સ્ટેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરોને ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાઓની જેમ જ મુસાફરી વીમો આપવામાં આવે. કોર્ટે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં મુસાફરો હજુ પણ સ્ટેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદે છે, તેથી તેમને પણ આ સુવિધા પૂરી પાડવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ