બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:55 AM, 21 June 2026
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રેડ રોડ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી અને જનતાને સંબોધિત કરી હતી. વિશ્વભરમાં 210થી વધુ ભારતીય મિશન દ્વારા આશરે 2,500 સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યારે ભારતમાં પણ 100થી વધુ પ્રખ્યાત સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે યોગ વ્યક્તિને સ્વસ્થ, ઉર્જાવાન અને મોટી ઉંમરે પણ દુનિયા સાથે જોડાયેલો રાખે છે. તેમણે કહ્યું કે યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક વિકાસ સતત શક્ય બને છે. યોગ લોકોને વૃદ્ધાવસ્થામાં પણ યુવાન અને તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે અને જીવનને સતત પ્રગતિ તરફ આગળ ધપાવે છે.
ADVERTISEMENT
PM મોદીએ પોતાના સંબોધનમાં ઉંમર વધવાની સાથે વધુ સ્વસ્થ અને મજબૂત બનવાના લક્ષ્ય પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે લોકોનું લક્ષ્ય ઉંમર વધવાની સાથે વધુ લવચીક, વધુ ઉર્જાવાન અને વધુ મજબૂત બનવાનું હોવું જોઈએ. તેમણે જણાવ્યું કે આપણું લક્ષ્ય 20 વર્ષની ઉંમર કરતાં 40 વર્ષની ઉંમરે વધુ લવચીક બનવાનું, 30 વર્ષની ઉંમર કરતાં 50 વર્ષની ઉંમરે વધુ ઉર્જાવાન બનવાનું અને 40 વર્ષની ઉંમર કરતાં 70 વર્ષની ઉંમરે રોગો સામે વધુ સક્ષમ બનવાનું હોવું જોઈએ.
ADVERTISEMENT
PMએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સમગ્ર દેશ અને વિશ્વ એકસાથે જોડાયેલું જોવા મળી રહ્યું છે. યોગ લોકોને એકબીજા સાથે જોડે છે અને માનવતાને એકતા તરફ લઈ જાય છે. તેમણે વિશ્વભરમાં યોગ દિવસના કાર્યક્રમોમાં ભાગ લેનાર તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. કોલકાતામાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ યોગ દિવસ નિમિત્તે પશ્ચિમ બંગાળના લોકો દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે આ પહેલને અદ્ભુત ગણાવી હતી અને તેમાં ભાગ લેનારા લોકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળની ધરતી આધ્યાત્મિકતા અને યોગની સમૃદ્ધ પરંપરા માટે જાણીતી છે. બંગાળ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન સંતોની ભૂમિ છે, જેમણે યોગનો સંદેશ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પીએમ મોદીએ લાહિરી મહાશયના યોગદાનને પણ યાદ કર્યું હતું અને કહ્યું હતું કે આ પવિત્ર ભૂમિ પર સામૂહિક યોગનો અનુભવ અનોખી આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે.
ADVERTISEMENT
PMએ મહર્ષિ અરવિંદના વિચારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આખું જીવન જ યોગ છે, પછી ભલે આપણે તેનો ખ્યાલ રાખતા હોઈએ કે નહીં. જ્યારે યોગ વ્યક્તિના સ્વભાવનો ભાગ બની જાય છે ત્યારે તે માનવ એકતાનો મજબૂત આધાર બને છે. યોગ માત્ર શારીરિક કસરતનું સાધન નથી અને તે કોઈ ચોક્કસ વયજૂથ સુધી મર્યાદિત પણ નથી. યોગ માનવ જીવનમાં ચેતના, ઉર્જા અને પ્રકાશ લાવવાનું કાર્ય કરે છે.
તેમણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વિચારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટાગોર માનતા હતા કે માનવની સાચી ઓળખ અલગ રહેવામાં નહીં પરંતુ પોતાની આસપાસની દુનિયા સાથે જોડાવામાં રહેલી છે. પીએમ મોદીએ જણાવ્યું કે વિશ્વના વિવિધ દેશોમાંથી યોગ દિવસના અદ્ભુત દૃશ્યો સામે આવી રહ્યા છે. તેમણે કહ્યું કે હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધી, ઉત્તરપૂર્વથી લઈને પશ્ચિમના સૌરાષ્ટ્ર સુધી સમગ્ર ભારત યોગ અને ચેતનાની ઉર્જાથી ભરાયેલું દેખાઈ રહ્યું છે. આખો દેશ અને સમગ્ર વિશ્વ એકબીજા સાથે જોડાયેલું અનુભવાઈ રહ્યું છે અને આ જ યોગની સાચી શક્તિ છે. યોગ દરેકને જોડે છે, એકતા અને સ્વાસ્થ્યનો માર્ગ બતાવે છે અને સમગ્ર માનવજાતને એકસાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.