બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ભવ્ય ઉજવણી, અમદાવાદમાં અમિત શાહ અને માણસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગાસન
5 ફોટો ગેલેરી
Last Updated: 09:09 AM, 21 June 2026
1/5
આજે સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. ભારતના વિવિધ રાજ્યોમાં યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજકીય આગેવાનો અને હજારો નાગરિકોએ ભાગ લીધો હતો. દેશભરમાં યોગ દ્વારા સ્વસ્થ અને નીરોગી જીવનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
2/5
ગુજરાતમાં પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલા અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે યોગાસન કર્યા હતા. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ યોગાભ્યાસ કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ બારોટ સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમામ ધારાસભ્યો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
3/5
બીજી તરફ ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે યોગાસન કરીને યોગના મહત્વનો સંદેશ આપ્યો હતો. PM નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં જોડાયા હતા, જ્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
4/5
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ઇવેન્ટ સેન્ટર પર પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અહીં સામૂહિક યોગમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મંત્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્યો, સાંસદ સભ્યો અને કોર્પોરેટરો પણ જોડાયા હતા. વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ યોગ દિવસની ઉજવણીમાં સક્રિય ભાગ લીધો હતો.
5/5
અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે વિશ્વ યોગ દિવસની 12મી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે અને અમદાવાદમાં 48 કરતાં વધુ સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે પ્રહલાદનગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. બીજી તરફ દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ હજારો સહભાગીઓ સાથે યોગાસન કરીને લોકોને યોગ અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
International Yoga Day 2026 / યોગની શરૂઆતમાં આ 5 ભૂલો કરશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ટોપ સ્ટોરીઝ