બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / કોળી સમાજના અધ્યક્ષ પદના વિવાદ પર કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
Last Updated: 09:55 AM, 21 June 2026
Kunvarji Bavaliya : અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને વિવાદ વચ્ચે કુંવરજી બાવળિયાએ પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરી છે. વાસ્તવમાં કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, તેઓ અગાઉ પણ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલ તેમને કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
કોળી સમાજના અધ્યક્ષ પદના વિવાદ પર કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 21, 2026
રાજકોટમાં કોળી સમાજના અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કુંવરજી બાવળિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ અગાઉ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે અને આગામી 6 મહિના સુધી… pic.twitter.com/uky2cu8h9i
કુંવરજી બાવળિયાના જણાવ્યા મુજબ આગામી છ મહિના સુધી તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે સમાજની કામગીરી સંભાળશે. આ સમયગાળા દરમિયાન સંગઠનની ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવશે. તેમાં મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણીની રૂપરેખા ઘડવી તેમજ સંગઠનના નિયમો મુજબ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
કોળી સમાજ અધ્યક્ષને વિવાદ અંગે કુંવરજી બાવળિયાનું નિવેદન#KoliSamaj #KunvarjiBavaliya #Rajkot #Gujarat #Community #VTVDigital pic.twitter.com/ijDHG7KvRU
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 21, 2026
ADVERTISEMENT
આ સાથે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેઓ કોળી સમાજના અધ્યક્ષ પદની ચૂંટણી લડવાના નથી. તેમનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને મજબૂત બનાવવાનો અને ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે પૂર્ણ કરવાનો છે. જોકે જો સમાજના આગેવાનો અને સભ્યો સર્વસંમતિથી તેમને જવાબદારી સોંપવાનો નિર્ણય કરશે તો તેઓ તે જવાબદારી સ્વીકારવા તૈયાર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.