બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં ચોમાસાનું જોર વધ્યું: અમરેલી-સાયલામાં સૌથી વધુ વરસાદ, અનેક વિસ્તારોમાં ઠંડકનો અહેસાસ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:34 AM, 21 June 2026
1/6
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદી માહોલ ધીમે ધીમે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેરબાનીથી વાતાવરણ ખુશનુમા બન્યું છે, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી.
2/6
સરકારી આંકડાઓ મુજબ, 20 જૂનના સવારે 6 વાગ્યાથી 21 જૂનના સવારે 6 વાગ્યા સુધી રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તેમાં સૌરાષ્ટ્ર વિસ્તાર સૌથી વધુ ચર્ચામાં રહ્યો, જ્યાં અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહ્યું હતું.
3/6
4/6
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં 29 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ચોટીલામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની હાજરી નોંધાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના ધાર્ણીધર વિસ્તારમાં 11 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે થરાદમાં હળવો વરસાદ પડ્યો હતો.
5/6
6/6
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસું આગળ વધતા ખેડૂતોમાં પણ આશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે વરસાદ ખેતી માટે જીવનદાયી સાબિત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
International Yoga Day 2026 / યોગની શરૂઆતમાં આ 5 ભૂલો કરશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ટોપ સ્ટોરીઝ