બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / CUET UGનું રિઝલ્ટ બહાર પડ્યું, આ રીતે ચેક કરો સ્કોરબોર્ડ, કોણે મારી બાજી?

શિક્ષણ / CUET UGનું રિઝલ્ટ બહાર પડ્યું, આ રીતે ચેક કરો સ્કોરબોર્ડ, કોણે મારી બાજી?

Nirav Kumar

Last Updated: 04:21 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7 જૂને લેવામાં આવેલી CUET UG પરીક્ષાનું રીઝલ્ટ આવી ગયું છે. જેમાં તમે cuet.nta.nic.in નામની વેબસાઇટ પર જઈને રીઝલ્ટ ચેક કરી શકો છો.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CUET UGનું રીઝલ્ટ 2026 જાહેર કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓ NTA ની ઓફીશીયલ વેબસાઇટ, cuet.nta.nic.in ની મુલાકાત લઈને તેમના રીઝલ્ટ ચેક કરી શકે છે. આ પરીક્ષા 7 જૂને લેવામાં આવી હતી જેમાં આશરે 1,568,867 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રશન કરાવ્યું હતું.

  • રીઝલ્ટ આ રીતે ડાઉનલોડ કરવું:
  1. સૌપ્રથમ, CUET ની સત્તાવાર વેબસાઇટ, cuet.nta.nic.in ની મુલાકાત લો.
  2. હોમપેજ પર રીઝલ્ટ લિંક પર ક્લિક કરો.
  3. એક નવું લોગિન પેજ ખુલશે. તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો.
  4. કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  5. તમારું સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  • આ આંકડાઓ પર આપો ધ્યાન

2026માં રજિસ્ટર ઉમેદવારો 13,54,699અને પાછલા વર્ષે 15,68,867, 2026માં 10,71,735 ઉમેદવારોએ હાજરી આપી પાછલા વર્ષે 11,64,098 હાજરી આપી હતી. 2026માં રજિસ્ટર સબ્જેક્ટ ટેસ્ટ 5,818,608 પાછલા વર્ષે 6,756,327. 2026માં આપેલા સબ્જેક્ટ ટેસ્ટ 4,475,444 છે અને પાછલા વર્ષે 4,905,176 હતા. 2026માં કુલ પુરુષ વિદ્યાર્થીઓ 7,06,760 છે અને પાછલા વર્ષે 7,94,257. 2026માં કુલ સ્ત્રી વિદ્યાર્થીઓ 6,47,934 છે અને પાછલા વર્ષે 7,74,607 . 2026માં ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ 5 હતી અને પાછલા વર્ષે 3 હતી. 2026માં પીડબલ્યુડી વિદ્યાર્થીઓ 4,354હતા અને પાછલા વર્ષે 5,033હતા.

vtv hiring 2

સામાન્ય કેટેગરી 2026માં 6,08,705 હતા અને પાછલા વર્ષે 6,86,419 હતા. 2026માં સુનિશ્ચિત જાતિ ના,44,289 લોકો હતા અને પાછલા વર્ષે 1,71,397 હતા.તો અનુસૂચિત જનજાતિ 2026માં 84,461 હતા અને પાછલા વર્ષે 95,464 હતા.

  • સ્કોરકાર્ડમાં મળશે આ માહિતી

રીઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ તેમના સ્કોરકાર્ડ પર તેમનું નામ, અરજી નંબર, વિષયવાર ગુણ, પર્સેન્ટાઇલ સ્કોર, નોર્મલાઇઝ્ડ માર્ક્સ અને લાયકાતની સ્થિતિ જેવી માહિતી જોઈ શકશે. જો તેમાં કોઈ ભૂલ જોવા મળે તો સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરો. આ સ્કોર યુનિવર્સિટી એડમિશન માટેનો આધાર છે.

  • માર્કિંગ સ્કીમ

દરેક સાચા જવાબ માટે 5 ગુણ આપવામાં આવે છે, જ્યારે દરેક ખોટા જવાબ માટે 1 ગુણ કાપવામાં આવે છે. અનુત્તરિત પ્રશ્નો માટે કોઈ ગુણ આપવામાં આવતા નથી. જો કોઈ પ્રશ્ન ખોટો જણાય અને તેને દૂર કરવામાં આવે તો નિયમો અનુસાર સાચો જવાબ લાયક ઉમેદવારોમા જમા કરી શકાય છે.

  • પરીક્ષાનું આયોજન

CUET UG 2026 મૂળ 11 મે થી 31 મે ની વચ્ચે નક્કી થયેલ હતું. પણ બકરી ઇદને કારણે 28 મે ના રોજ યોજાનારી પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી અને 6 અને 7 જૂન ના રોજ ફરીથી નક્કી કરવામાં આવી હતી. આ પરીક્ષા ભારત અને વિદેશના 321 શહેરોમાં યોજાઈ હતી. કુલ 37 વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 13 ભાષાઓ, 23 ડોમેન-વિશિષ્ટ વિષયો અને જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GAT) સામેલ હતા.

વધુ વાંચો : LPG સિલિન્ડર ક્યાં પહોંચ્યો? આસાનીથી કરી શકશો ટ્રેક, બસ કરો આટલું કામ

  • પ્રોવીઝનલ આન્સર કી

CUET UG માટે કામચલાઉ જવાબ કી 9 જૂન ના રોજ બહાર પાડવામાં આવી હતી. NTA એ 9 જૂન ના રોજ પ્રોવીઝનલ આન્સર કી, પ્રશ્નપત્ર અને રેકોર્ડ કરેલા જવાબો પણ પબ્લિશ કર્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CUET UG Exam CUET UG National Testing Agency
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ