બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:14 AM, 25 June 2026
મહારાષ્ટ્રની રાજધાની અને દેશની આર્થિક નગરી મુંબઈમાં ચોમાસાની તોફાની અને ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મંગળવારથી શરૂ થયેલો અનરાધાર અને મૂસળધાર વરસાદ સતત ચોવીસ કલાક સુધી અવિરત ચાલુ રહેતા સમગ્ર મુંબઈ મહાનગર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ 300 મીમીથી વધુ વરસાદ ખાબકી જતાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. આ અતિવૃષ્ટિના કારણે વાહનોની ગતિ સંપૂર્ણપણે થંભી ગઈ છે અને મુંબઈગરાઓ પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. આંકડાકીય વિગતો મુજબ, કોલાબામાં 248 મીમી વરસાદ નોંધાયો છે, જે જૂન મહિનાના સરેરાશ વરસાદના સીધા 45% જેટલો થાય છે. આ ઉપરાંત સાન્તાક્રુઝમાં 225 મીમી, માલવણીમાં 30 મીમી અને પરેલમાં 334 મીમી વરસાદ પડતાં ચારેય તરફ જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.
ADVERTISEMENT
Saki Naka waterlogged 🌊⚠️
— Mumbai Rains (@rushikesh_agre_) June 23, 2026
Recieved a mammoth 150 mm rain in just 2 hours! 🟠 #MumbaiRainspic.twitter.com/YRen0sl3H8
ભારે વરસાદને પગલે સર્જાયેલી કટોકટી વચ્ચે મુંબઈના મેયર રીતુ તાવડે બીએમસીના અધિકારીઓ, કર્મચારીઓ અને મીડિયાના કાફલા સાથે દાદરના ગાંધી માર્કેટ જેવા નીચાણવાળા વિસ્તારની ગ્રાઉન્ડ રિયાલિટી તપાસવા સમીક્ષા અર્થે પહોંચ્યા હતા. મેયર જ્યારે મીડિયાના કેમેરા સમક્ષ તંત્રની કામગીરીના વખાણ કરતા 'બધું જ નિયંત્રણમાં છે' તેવું નિવેદન આપી રહ્યા હતા, બરાબર તે જ સમયે તેમની પાછળ લાઈવ કેમેરામાં એક સામાન્ય નાગરિક ખુલ્લા નાળા/ખાડામાં અચાનક ખાબક્યો હતો. સદનસીબે આસપાસના લોકોએ તેને ત્વરિત બહાર કાઢી લેતા કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.
ADVERTISEMENT
Rain in Mumbai has two facets : Waterlogging, difficulties and beutiful landscape. Last night it got 300 mm rain.#MumbaiRainspic.twitter.com/CzWHw7WtDQ
— Ganpat Teli (@gateposts_) June 24, 2026
આ શરમજનક ઘટના લાઈવ કેમેરામાં કેદ થતાં જ મેયર રીતુ તાવડે ભારે ગુસ્સે ભરાયા હતા અને ત્યાં જ હાજર અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમણે જાહેરમાં કડક આદેશ આપતા ચેતવણી આપી કે, "જો હવે પછી શહેરના કોઈ પણ ખૂણે મેનહોલ કે નાળું ખુલ્લું મળશે, તો જવાબદાર વોર્ડ ઓફિસરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે." બીજી તરફ, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડ અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ બીએમસીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા. જેની સામે શિવસેના નેતા મનીષા કાયંદેએ પલટવાર કરતા સલાહ આપી હતી કે, આ કટોકટીના સમયે વિપક્ષે રાજનીતિથી દૂર રહીને લોકોને રાહત પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ADVERTISEMENT
Condition of Mumbai, the financial capital of India, and home to Bollywood after few hours of rain
— Dr. SP (@sphavisha) June 24, 2026
All possible engines of Govt are under BJP and are busy using your tax money to buy MPs from other parties.
BJP Priorities and reality are in sync pic.twitter.com/o9RHvGl9cZ
ADVERTISEMENT
મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવાને આ વરસાદે બ્રેક મારી દીધી છે. સેન્ટ્રલ રેલવે અને ટ્રાન્સ-હર્બર લાઇન પર રેલવે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતાં ટ્રેનોની અવરજવરને માઠી અસર પહોંચી હતી. ખાસ કરીને તુર્ભે અને કોપરખૈરને સ્ટેશન વચ્ચે ટ્રેકની નીચેથી અચાનક જમીન ધસી પડવાના કારણે અપ-ડાઉન બંને લાઈનો સુરક્ષાના ભાગરૂપે થોડા કલાકો માટે સંપૂર્ણ બંધ કરવી પડી હતી, જેને પાછળથી મરામત બાદ ધીમી ગતિએ શરૂ કરાઈ હતી. ટ્રેનો મોડી પડતા રેલવે સ્ટેશનો પર હજારો મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ઓફિસે જતા-આવતા લોકોને અસહ્ય હાલાકી ભોગવવી પડી હતી. આ ઉપરાંત, સડક પરિવહનની વાત કરીએ તો 'બેસ્ટ' બસોના 24 થી વધુ રૂટ પર પાણી ભરાઈ જવાથી તેમને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.
ADVERTISEMENT
આ વિકટ જળબંબાકારની સ્થિતિને કાબૂમાં લેવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ કમર કસી છે. સમગ્ર મુંબઈ શહેરમાં સાત હજારથી વધુ લાઈન સ્ટાફ, કર્મચારીઓ અને વરિષ્ઠ અધિકારીઓની ફોજ ફિલ્ડ પર તૈનાત કરી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના ઝડપી નિકાલ માટે હાઈ-કેપેસિટી ડીવોટરિંગ પંપ અને તમામ સ્ટોર્મવોટર પમ્પિંગ સ્ટેશનોને 24 કલાક માટે કાર્યરત કરી દેવાયા છે. હિંદમાતા અને અંધેરી સબવે જેવા વોટર-લોગિંગ માટે કુખ્યાત વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. બીએમસી કમિશનર અશ્વિની ભિડેએ તમામ વોર્ડ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા અને નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા મુંબઈ અને તેની આસપાસના થાણે, પાલઘર જેવા જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આગામી ૨૪ કલાકમાં અતિભારે વરસાદની સાથે 40થી 50 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાની સંભાવના છે. આ ચિંતામાં વધારો કરતું મોટું પરિબળ 'હાઈ ટાઈડ' છે. દરિયામાં બુધવારે સવારે 3.41 મીટર અને સાંજે 3.35 મીટર ઊંચી લહેરો ઉઠવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદ અને દરિયામાં ભરતી બંને એકસાથે થાય છે, ત્યારે શહેરનું પાણી દરિયામાં જઈ શકતું નથી, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ બમણું થઈ ગયું છે. મુંબઈ સિવાય સેટેલાઇટ સિટી એવા નાલાસોપારા અને વસઈ-વિરારમાં પણ રસ્તાઓ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થયા છે. ભારે પવનના કારણે શહેરમાં અલગ-અલગ જગ્યાએ ૯ જેટલા મોટા વૃક્ષો ધરાશાયી થયા છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચોઃ બે મહિનામાં CNGના ભાવમાં 6 રૂપિયાનો જંગી વધારો, રીક્ષા ચાલકોમાં ખુશી પણ મુસાફરોમાં 'માતમ'
લોકલ ટ્રેન અને બસ વ્યવસ્થા ખોરવાઈ જતાં મુંબઈ મેટ્રો વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. મેટ્રો સત્તાધીશોએ સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે તેઓ સમગ્ર સ્થિતિ અને સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યા પર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. જો સાંજ સુધીમાં મુસાફરોની ભીડ અસાધારણ રીતે વધશે અથવા લોકલ ટ્રેનો વધુ પ્રભાવિત થશે, તો ખૂબ જ શોર્ટ નોટિસ પર નિયમિત ટ્રેનો ઉપરાંત વધારાની સ્પેશિયલ મેટ્રો ટ્રેનો દોડાવવામાં આવશે, જેથી રોજગાર અર્થે નીકળેલા મધ્યમવર્ગીય લોકોને સુરક્ષિત ઘરે પહોંચાડી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.