બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દેશભરમાં ચોમાસું જામ્યું: ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી
9 ફોટો ગેલેરી
Last Updated: 10:03 PM, 24 June 2026
1/9
ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશભરના હવામાનને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આવતીકાલે એટલે કે 25 June ના રોજ દેશના મોટાભાગના રાજ્યોમાં મધ્યમથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કેટલીક જગ્યાએ માત્ર સામાન્ય વરસાદી ઝાપટાં પડશે, તો કેટલીક જગ્યાએ તીવ્ર આંદી-તોફાન અને વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા જણાવાયું છે.
2/9
ઉત્તર ભારતના પહાડી વિસ્તારો જેવા કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદનું એલર્ટ છે. મેદાની વિસ્તારોની વાત કરીએ તો હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ તેમજ પૂર્વીય અને પશ્ચિમી રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને ચંદીગઢ, હરિયાણા અને દિલ્હીમાં પવનની ગતિ ખૂબ જ તીવ્ર રહેવાની છે. આ વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મસાણીયો પવન અને ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું આવી શકે છે.
3/9
બીજી તરફ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ વરસાદ પડી શકે છે. વિદર્ભ, પશ્ચિમી મધ્ય પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તેજ પવન સાથે વીજળીના કડાકા થવાની સંભાવના છે. વિદર્ભના કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહ, પશ્ચિમ બંગાળના હિમાલયન વિસ્તારો અને સિક્કિમમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આકાશી વીજળીના પ્રકોપ સાથે ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે.
4/9
5/9
6/9
7/9
હવામાનમાં આવી રહેલા આ મોટા ફેરફારને કારણે તાપમાનમાં પણ મોટો ફેરફાર જોવા મળશે. મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં આવતીકાલ સુધીમાં 2થી 4 ડિગ્રીનો ધીમે-ધીમે ઘટાડો નોંધાશે, જો કે તેના થોડા દિવસો પછી તાપમાન ફરીથી 2થી 4 ડિગ્રી વધી શકે છે. રાહતની વચ્ચે પૂર્વી મધ્ય પ્રદેશના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ લૂની શક્યતા છે.
8/9
છેલ્લા 24 કલાક ના હવામાન પર નજર કરીએ તો, ઉત્તર પ્રદેશ અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી હતી અને મહત્તમ તાપમાનનો પારો 40-43 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. પૂર્વી મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણાના અલગ-અલગ ભાગોમાં પણ તાપમાન 40થી 43 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું, જ્યારે બાકીના ભારતમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહ્યું હતું.
9/9
યુપી સહિતના ઉત્તર ભારતના રાજ્યો હજુ પણ દિવસ દરમિયાન અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2થી 3 દિવસમાં ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સત્તાવાર રીતે દસ્તક દેશે, જેના કારણે આગામી લાંબા સમય સુધી વરસાદી દોર ચાલુ રહેશે અને લોકોને ગરમીથી કાયમી રાહત મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ