બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની બદલીનો ખોટો લેટર વાયરલ, અધિકારીએ ફેક હોવાનું કર્યું સ્પષ્ટ
Last Updated: 11:19 PM, 24 June 2026
ચોટીલા, પ્રતિનિધિ: ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાની બદલી થઈ હોવાનો એક કથિત સરકારી લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પ્રશાસનિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. વાયરલ થયેલા લેટરમાં હરેશ મકવાણાની બદલી અમદાવાદ ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માં કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

જોકે, ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ વાયરલ લેટર સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક હોવાનું સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે તેમની કોઈપણ પ્રકારની બદલી કરવામાં આવી નથી અને સોશિયલ મીડિયામાં ફરતો સંદેશ ફેક છે.
ADVERTISEMENT

હરેશ મકવાણાના જણાવ્યા અનુસાર, વાયરલ કરવામાં આવેલા દસ્તાવેજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સરકારી આદેશ જેવો દેખાવ ઉભો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમણે લોકોને આવા અપ્રમાણિત સંદેશાઓ પર વિશ્વાસ ન કરવા અને કોઈપણ માહિતીની સત્તાવાર પુષ્ટિ કર્યા બાદ જ તેને આગળ શેર કરવાની અપીલ કરી છે.
ADVERTISEMENT

આ ઘટનાએ AIના દુરુપયોગ અને ખોટી માહિતીના પ્રસાર અંગે ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. પ્રશાસનિક તંત્ર દ્વારા પણ આવા ફેક દસ્તાવેજો અને ભ્રામક માહિતી સામે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાવનગર, ડાંગ, નર્મદામાં ભારે વરસાદ, ધંધુકામાં એટલો પડ્યો કે રસ્તા દેખાતા બંધ થયા
વધુ તપાસ હાથ ધરવામાં આવી
ADVERTISEMENT
વાયરલ થયેલા આ કથિત બદલીના આદેશ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને દસ્તાવેજ બનાવનાર તથા તેને પ્રસારિત કરનાર તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.