બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરની આજુબાજુ સાપની કાંચળી દેખાય તો તેનો શું અર્થ? ડર્યા વગર કરી નાખજો આ કામ
Last Updated: 04:28 PM, 24 June 2026
અમુકવાર ઘરની આસપાસ સાપની કાંચળી જોવા મળતી હોય છે. અમુકવાર લોકો આ જોઇને ગભરાઈ જાય છે અને શું કરવું તે જાણતા નથી. આ અંગે વન્યજીવન એક્સપર્ટ માને છે કે જ્યારે તેઓ કાંચળી જુએ છે ત્યારે ગભરાવાને બદલે વ્યવહારુ પગલાં લેવા જોઈએ. એક્સપર્ટ અનુસાર કાંચળી દેખાવાનો મલતબ એ છે કે તાજેતરમાં ત્યાં સાપ હાજર હતો. પણ એનો મલતબ એ પણ નથી કે સાપે તમારા ઘરમાં કાયમી ઘર બનાવી લીધું છે. સાપ ઘણીવાર પોતાની કાંચળી ઉતાર્યા બાદ તે વિસ્તારથી દૂર જતા રહે છે, પરંતુ તમારે હજુ પણ સતર્ક રહેવાની જરૂર છે.
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, જો તમને તમારા બગીચા, ગેરેજ, છત કે ભોંયરામાં સાપની કાંચળી મળે તો તેને અવોઇડ ન કરવું. તમારા ઘરની આસપાસ સાપની હાજરી ઘણીવાર ખોરાકની શોધ સાથે જોડાયેલી હોય છે. આવી સ્થિતિમાં જો તમારા ઘર કર આંગણામાં મોટી સંખ્યામાં ઉંદરો, ગરોળી કે જંતુઓ હોય, તો સાપ તેમને ખાવા માટે ત્યાં ખેંચાઈ શકે છે. છૂટી ગયેલી કાંચળી જોવી એ પણ એક ચેતવણી છે કે તમારે તમારા ઘરમાં જીવાત કંટ્રોલ કરવાની જરૂર હોય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘરની આસપાસ કોઈપણ જમા થયેલી ગંદકી, જૂના લાકડાના ઢગલા અને ગીચ ઝાડીઓ સાફ કરો. સાપ છુપાવવા માટે અંધારાવાળી અને ઠંડી જગ્યાઓ પસંદ કરે છે. જો ઘરની દિવાલો, સીમા કે પાયામાં કોઈ તિરાડો કે છિદ્રો હોય તો સાપને પ્રવેશતા અટકાવવા માટે તરત જ તેમને સિમેન્ટ કે M-સીલથી સીલ કરો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સાપની કાંચળીના આધારે તેને જાતે શોધવા કે પકડવાની ભૂલ ક્યારેય ન કરો. સાપ નજીકના ખૂણામાં છુપાયેલો હોઈ શકે છે અને જો તેને ખલેલ પહોંચાડો તોતે હુમલો કરી શકે છે. આથી સૌથી સલામત અભિગમ એ છે કે સ્થાનિક સાપ પકડનાર કે એક્સપર્ટ ટીમને બોલાવો. તમારા વિસ્તારની સંપૂર્ણરીતે ચેક કરો, બાળકો અને પાલતુ પ્રાણીઓને દૂર રાખો અને રાત્રે બહાર નીકળતી વખતે હંમેશા ફ્લેશલાઇટનો ઉપયોગ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.